________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ચોપનમી
|| દોહા ।।
ભૂપ સહુ ભેટે જઈ, અલવે પદ અરવિંદ; હાલિકને હેઠા નમી, નામે સીસ નરિંદ. ૧ કરજોડી મહિપતિ ભણે, સાહિબ ગરીબ નિવાજ; શરણે આવ્યા તુમ તણે, મહેર કરો મહારાજ, ૨ કરુણાનિધિ કરુણા કરી, શરણાગત આધાર; બગસો ગુનહો અમતણો, પ્રભુજી પ્રાણાધાર. ૩ આજ અમે અણજાણતાં, જે જે કહ્યા વચન્ન; તે અપરાધ ખો તુમે, ભાખે સહુ રાજા. ૪ માત પિતા કુમરી તણા, વળી પરિજન સુવિશેષ; પરમ હર્ષ પામ્યાં સહુ, દિલમાંહિ હળી દેખ. ૫ શૂરવીર મહાસાહસી, નીરખી ભાગ્ય નિધાન; પરણાવી નિજ પુત્રીકા, સૂરસેન રાજાન્. ૬ સહુ રાજાની શાખશું, સૂરસેને નિજ બાળ; હળધરને હેતે કરી, પરણાવી સુકુમાળ. ૭ ચોરીમાંહી ચાહી ઘણું, આપ્યાં દાન અનેક; હળીને હાથ મૂકાવળી, વારુ ધરી વિવેક. ૮ વિવાહ ઉત્સવ બહુ કર્યો, હરખ ધરી મનમાંહ્ય; દાન અને માને કરી, સન્માન્યા સવિ રાય. ૯
ભાવાર્થ : જિનેશ્વરની ભાવથી અષ્ટપ્રકારી પૂજા કરનાર પ્રાણી ત્રણે લોકમાં પૂજ્ય બને છે. અહિં હાલિક નરે ફક્ત નૈવેદ્યપૂજા જ કરી છે છતાં તે સઘળાં રાજાઓને નમનીય બન્યો તો અષ્ટપ્રકારી પૂજા ક૨ના૨નો કેટલો યશ અને મહિમા વધે ! ઘણો જ વધે માટે પરમાત્માની પૂજા કરવામાં કે શ્રોતાજનો ! તમે ક્યારે પણ આળસ કરશો નહિ
અહિં પણ સર્વે રાજાઓ દેવસ્વરૂપી દેખાતા હાલિક નરને નમવાની બુદ્ધિથી જ્યાં તે રહેલો છે ત્યાં આવ્યા અને તેને ભેટી નીચા નમી મસ્તક નમાવી ચરણકમલમાં નમસ્કાર કરી કરજોડીને કહેવા લાગ્યા - (૧)
૨૯૧