________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ભાવાર્થ : ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી ઉદયરત્નજી મહારાજ અષ્ટપ્રકારી પૂજાના રાસનું મંગલાચરણ કરવા માટે ત્રેવીસમા શ્રી પાર્શ્વ પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે, જે અજર અમર અને અકલંક છે, અર્થાત્ જેમને હવે જ્વરા આવવાની નથી. જેમનું હવે મૃત્યુ થવાનું નથી. જેઓ અજન્મા બન્યા છે. જેઓ કલંક રહિત છે. જેમનું ન કલ્પી શકાય તેવું અનંત રૂપસૌંદર્ય છે. જેઓને હવે કોઈ લક્ષ્ય નથી. જેઓ ચર્મચક્ષુથી અગોચર છે. જે ૫૨મ પ્રભુતાવંત છે. તેમને હું નિત્ય નમું છું. (૧)
જગતમાં જેમનાં નામ સ્મરણ માત્રથી સુખ-સંપત્તિ આવી મલે છે. તેવા પાર્શ્વ પ્રભુને કર (હાથ) જોડી શુભ મનોકામના (મનની ઈચ્છાઓ) સાથે પ્રણામ કરું છું. (૨)
વળી સરસ્વતી માતાની સ્તુતિ કરતાં જણાવે છે કે, જેનાં નયનો કમલની પાંખડી જેવા છે. જેનું મુખ કમલ સમ શોભી રહ્યું છે. કમલ જેવી કોમલ જેની કાયા છે. સર્વાંગે સુંદર છે. એવી સરસ્વતી માતાના ચરણ કમલને ચિત્તને વિષે ધારણ કરીને નમું છું. (૩)
વળી અમર સરોવરને વિષે જે વસે છે. તે હંસ વાહન છે જેનું એવી હે સરસ્વતી માતા ! મારા ૫૨ કૃપા કરી મારા મુખકમલને વિષે તમે વાસ કરજો. યાને ભારતી ! મને સુંદર વાણીનો વિલાસ આપો. આપનો મારા મુખમાં વાસ હોય પછી મારે કશુંજ જોવાનું રહેતું નથી. મારી અલ્પમતિ છતાં મેં આ રાસનાં અનુવાદન (સર્જન) નો ભગી૨થ પ્રયત્ન આદર્યો છે. ખરેખર પંડિતજનો આગળ તો હું હાંસીપાત્ર બનું તેમ છું, છતાં મને આશા છે કે હે ભગવતી ! તારા પસાયે જરૂ૨ મારો આ પ્રયાસ જગતનાં જીવોને આનંદ અને ઉલ્લાસ વધારનારો બનશે. તમારી ભક્તિ સહિતની મારી મંદબુદ્ધિ બીજની ચંદ્રકલાની જેમ દિવસે દિવસે ખીલશે. (૪)
જેઓ સૂર્ય અને દિપકની ઉપમા વડે શોભી રહ્યા છે. જેઓ દુઃખનો નાશ કરનાર છે. વળી પશુપણું ટાળી પંડિત બનાવવા સમર્થ છે, યાને અજ્ઞાન તિમિરને હરનારા છે, તે મારા ગુરુદેવને હું નિત્ય નમસ્કાર કરું છું. (૫)
વળી જગમાં સર્વત્ર જોતાં મારા ગુરુ મહિમાવંત છે. તેમની તોલે બીજા કોઈ આવી શકે નહિ તેવા શ્રી હી૨૨ત્નસૂરીશ્વરજીની સેવા કરતાં ભવભ્રમણની ભ્રાંતિ ભાંગી જાય છે. (૬)
જગમાં જ્યોતિ સ્વરૂપ શ્રી પાર્શ્વપ્રભુ તથા હંસગામિની સરસ્વતી માતા અને સદ્ગુરુનાં પ્રતાપે હું અર્ચા એટલે પૂજાનો અધિકાર કહીશ. (૭)
તે
વળી અરિહંતદેવની અષ્ટપ્રકારી જે પૂજા તે દ્રવ્ય અને ભાવ ભેદે ક૨ીને વિધિપૂર્વક તેનું વર્ણન કરું છું. (૮)
અષ્ટપ્રકારી પૂજાની વિવિધ વાતોના વિનોદથી સુશ્રાવક મનમાં પ્રમોદ એટલે કે હર્ષને ધા૨ણ ક૨શે. (૯)
૨