________________
ET TAT | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
2013 || શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ | પૂ. ઉપાધ્યાયજી શ્રી ઉદયરત્નજી મહારાજ કૃત
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ પહેલી)
| દોહા | અજર અમર અકલંક જે, અગમ્ય રૂપ અનંત; અલખ અગોચર નિત્ય નમું, જે પરમ પ્રભુતાવંત. ૧ સુખ સંપત્તિ આવી મિલે, જગમાં જેહને નામે; પ્રણામું તે પ્રભુ પાસને, કર જોડી શુભ કામે. ૨ કમલનયના કમલાનના, કમલશી કોમલ કાય; તનયા કમલભૂ તસ નમું, ચરણ કમલ ચિત્ત લાય. અમર સરોવર જે વસે, તે છે વાહન જાસ; સા સરસતી સુપસાય કરી, મુજ મુખ કરજો વાસ. ૪ ગુરુ દિરયર ગુરુ દીવલો દુઃખભંજણ ગુરુદેવ; પશુ ટાળી પંડિત કરે, નમિયે તિણે નિત્યમેવ. જગ સઘળે જોતાં વળી, મુજ ગુરુ મહિમાવંત; શ્રી હીરરત્નસૂરિ સેવતાં, ભાંજે ભવભય બ્રાંત.
જ્યોતિ રુપ શ્રી પાસ જિન, સરસતી સદ્ગુરુ સાર; તાસ પસાથે હું કહું, અચાનો અધિકાર. અચ અરિહંત દેવની, અષ્ટ પ્રકારી જેહ; ભાવ ભેદ જુગતે કરી, વિધિશું વખાણું તેહ. ૮ પૂજ અષ્ટ પ્રકારની, વિવિધ વાત વિનોદ;
શ્રાવક તે સાંભળી, મનમાં લહેશે પ્રમોદ. ભક્તિભાવ વધશે વળી, સાંભળી કથા સંબંધ; એક પૂજાને શ્રવણરસ, સોનું અને સુગંધ. ૧૦ કવિ કેળવણી કેળવી, વાણી વિવિધ વિલાસ; ભવિચણને હિત કારણે, ચશું પૂજ રાસ. ૧૧