SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ * ૬ માનિની હઠ મૂકે નહિ, મનાવે મહારાજ; રાણી બોલે રોષમાં, સ્વામી નથી તુમ લાજ રા૦ ૨ કોપનું ઘર છે સાંકડું, છોડો ઝાલો મ છેડ; અળગા રહોને અમ થકી, મૂકો અમારી કેડ. રા૦ ૩ જરાયે થયા જાજરા, ગયું જોબન પૂર; હઠથી હવે શું હઠી રહ્યા, માયા મેહલો દૂર. રા કેશ થયા સવિ કાબરા, ખોખસ થઈ ખાલ; બાંહે લિલરિયા વળ્યાં, ઉંડા બેઠા ગાલ, રા૦ જરા નરપતિ જાલમી, જોરશું મહીરાણ; જીતી જોબન રાયને, વરતાવી નિજઆણ. રા૦ લેઈ પરિકર આપણો, ગયો જોબન ભૂપ; જરાને જોરે કરી, કાયા થઈ કુરૂપ. રા૦ ગયો મૂછનો આમળો, ગયો મુખનો મોડ; મચણતણો મદ દેહથી, દૂરે ગયો દોડ. રા હવે મનમાંથી મોહની, અળગી છાંડો આજ; તૃષ્ણાને પૂરે કરી, વિણસે આતમ કાજ. રા૦ સ્વામી ધન્ય તે સાધુને, તારણ તરણ તરંડ; અષ્ટાપદથી આવતાં, વાંધા જે નવખંડ. રા૦ ૧૦ હું બલિહારી તેહની, એહવા જે અણગાર; પહેલાં યૌવન પૂરમાં, વરજે વિષમ વિકાર. રા૦ ૧૧ ભોગથકી જો ઉભગો, દેખી જરાના દૂત; તો તુમને જાણું સહી, અતુલી બલ અદ્ભૂત રા૦ ૧૨ વયણ સુણી વનિતા તણાં, ભૂપ ભેધો મન; આલોચી કહે નારીને, શાબાશી તુજ ધન્ય. રા૦ ૧૩ કંદર્પને વશ કારમો, સ્ત્રી ભરતાર સંબંધ; તુજ વચને તે આજથી, પરિહર્યો પ્રતિબંધ. રા૦ ૧૪ ૫૧ ૫ ૯
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy