________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઉત્તમ કુલની તું સહી, નિર્મળ તાહરો નેહ; નરકે પડતો ઉદ્ધર્યો, ઉપગાર મોટો એહ. રા૦ ૧૫ સંયમ લેવો મેં સહી, મ કરીશ તાણો તાણ; મેં મન શુદ્ધે તાહરાં, કીધાં વચન પ્રમાણ. હું ૧૬ પંચ મળીં પરો હતો, તૂટ્યું સગપણ તેહ; હું ભાઈ, તું બહેનડી, અવિચલ સગપણ એહ. હું૦ ૧૭ સ્વામી મેં હસતાં કહ્યું, મૂલ ન જાણ્યો મર્મ; સુખે દુ:ખે હવે સાહિબા, સાથે કરશું ધર્મ. હું ૧૮ મોહ ઘટ્યો મન ઉવઢ્યો, વિષય થકી તેણી વાર; બેહું એક મતિ થયાં, લેવા સંજમભાર. હું૦ ૧૯ શુભ દિવસે શુભ મુહુરતે, પાટે ઠવી નિજ પુત્ર; દીક્ષા લીયે દયિતા પતિ, વોસિરાવી ઘર સૂત્ર. હું૦ ૨૦ અણગાર પાસે ઉચ્ચરી, પ્રેમે મહાવ્રત પંચ; નિર્મલ તે પાળે સદા, મનથી તજી ખલખંચ. હું૦ ૨૧ તપ તપે કિરિયા કરે, જયણાશું જયસૂર; શુભમતિ પણ સાધવી, સંયમ પાલે સનૂર. હું૦ ૨૨ અંત સમે અનશન કરી, રાજા રાણી દોય; દેવ દેવીપણે ઉપન્યા, સૌધર્મે સુરલોય. હું૦ ૨૩ સૂરનાં સુખ તે ભોગવે, પરિગલ આણી પ્રેમ; નિરમલ નવમી ઢાળમાં, ઉદયરત્ન કહે એમ. હું૦ ૨૪
ભાવાર્થ : હવે એક દિવસ રાજા-રાણી રાત્રીના સમયે ગેલમાં આવી જઈ હર્ષથી રંગે રમી રહ્યા હતાં. તે રંગમાંથી રૂસણું થઈ ગયું અને વાતમાં વાંધો પડ્યો. રમતમાં ભંગ પડ્યો. (૧)
શુભમતિ૨ાણી પોતાની હઠ મૂકતી નથી. જયસૂરરાજા ઘણાં પ્રકારે મનાવે છે. છતાં રાણી તો રોષમાં બોલે છે કે, હે સ્વામિન્ ! તમને કોઈ જાતની લજ્જા જ નથી. (૨)
ક્રોધનું ઘર સાંકડું છે. એટલે તમારી વાત હું માનવાની નથી. મારો છેડો છોડો. મારાથી દૂર રહો. મારી કેડે પડો નહીં. (૩)
૫૨