________________
S
T S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
STD - કાયા જરાથી જર્જરીત થઈ છે. યૌવનનું પૂર ચાલ્યું ગયું છે. છતાં મારી સાથે હઠ કરો . આ છો તે ન કરો અને મોહની માયાને દૂર કરો. (૪)
| તમારા માથાનાં કેશ તો બધાં કાબરા થઈ ગયા છે. કાયા ખોખસ ખાખરા જેવી થઈ છે દે છે. હાથે પગે તો લીલરીયા વળી ગયા છે અને ગાલ તો જાણે ઉંડા જઈ રહ્યા છે. (૫) .
જરા નૃપતિ જુલમી છે. જોરમાં જાણે મોટો મહિપતિ છે. તેણે જોબનરાયને જીતી લઈ | પોતાની આણ વર્તાવી દીધી છે. (૬)
અને જોબનભૂપ પોતાના પરિવારને લઈને ચાલ્યો ગયો છે અને જરાના જોરથી કાયા આ પણ કુરૂપ બની ગઈ છે. (૭) - હવે મૂછનો મરોડ (વળાંક) પણ ચાલ્યો ગયો છે. મુખ પરનો મોડ એટલે તેજ કે મટકો પણ રહ્યો નથી. શરીર પરનું મયણપણું દૂર ગયું છે. આમ શરીરનો મોડ, શરીરનું તેજ, ને શરીરની કાંતિ નાશ પામી છે. (૮) - હવે મનમાંથી મારા પ્રત્યેના તથા સંસારના મોહને અળગો કરો. તૃષ્ણાનાં પુરથી તો આત્માનું કાર્ય નાશ પામે છે. (૯)
વળી તે સ્વામીનું ! તે મુનિવરને ધન્ય છે જે તરણતારણ જહાજ છે. જે મુનિવરને | અષ્ટાપદની યાત્રા કરી પાછા આવતાં “નવખંડ ઉદ્યાનમાં આપણે વંદન કર્યા હતાં. (૧૦)
બલિહારી છે તે અણગારની કે જેમણે યૌવનવયના પ્રાંગણમાં પગ મૂકતાં જ વિષયSી વિકારનો ત્યાગ કર્યો છે. (૧૧)
વળી હે સ્વામીનું ! જો તમે જરાના દૂતને જોઈને ભોગ-વિલાસથી વિરામ પામો તો તે કી તમને સાચા અદ્ભૂત અતુલબલી છો એમ જાણું. (૧૨)
એ પ્રમાણે પોતાની વનિતાના વયણ સાંભળી રાજા મોહનિદ્રાથી જાગૃત થયો અને વિચાર કરી કહેવા લાગ્યો કે હે પ્રિયે ! શાબાશી તને આપું છું. તું ધન્યતાને પાત્ર છે. (૧૩) E
સ્ત્રી – ભરતારને કામ કંદર્પ વશ કરવો દુષ્કર છે. છતાં તારા વચનથી આજથી તે મને પ્રતિબંધનો ત્યાગ કરું છું. ખરેખર તું ઉત્તમકુલમાં જન્મ પામી છે. તારો સ્નેહ પણ નિર્મળ ! જ ભાવનો છે. તેં મને નરક પડતો બચાવ્યો છે. દુર્ગતિથી મારો ઉદ્ધાર કર્યો છે. તારો મારા ની પ્રત્યેનો મહાન ઉપકાર છે. (૧૪, ૧૫)
મેં શુદ્ધ મનથી તારાં વચન સ્વીકાર્યા છે. હવે હું સંયમ ગ્રહણ કરીશ, તો તું મને . અંતરાય કરીશ નહીં. (૧૬)