________________
૬ શ્રી અપ્રકારી પૂજાનો રાસ) TT TT TT TT 3 ઢાળ નવમી .
| દોહા રાજ કાજ હદ્ધિ ભોગવે, રાજા શ્રી જયસૂર; શુભમતિ શું તે સહી, સુખ વિલાસે શુભનૂર. ૧ અનુક્રમે અંગજ જનમીયો, સુપન તણે અનુસાર, ગગનમણિ તસ ગેલશું, નામ ઠવ્યું નિરધાર. ૨ વરસ પાંચનો તે થયો, નિશાળે કવ્યો તામ; ભણી ગણી લાયક હુઓ, સકલ કલા અભિરામ. ૩ બુદ્ધિ વધી, ગયું બાળપણ, યૌવન પામ્યો જામ; પિતા પરણાવે તેહને, તરુણી કન્યા તામ. ૪ રાજ-કાજની રીતિને, જાણે ચતુર સુજાણ;
માત-પિતા મન મોહતો, કુમર થયો ફુલભાણ. ૫ ભાવાર્થ જયસૂરરાજા અને શુભમતિરાણી ગજપુર આવ્યા બાદ રાજ્ય લક્ષ્મીને ભોગવે છે. તથા શુભમતિ રાણીની સાથે પંચઈન્દ્રિય જન્ય વિષયસુખ વિલસી રહ્યા છે. (૧) ની તેવામાં ગર્ભકાળ પૂર્ણ થતાં એક પુત્ર રત્નને જન્મ આપે છે. સ્વમને અનુસાર (સ્વમમાં - સૂર્યમંડલ જોયું હતું) તે પુત્રનું “ગગનમણિ' એવું સુંદર નામ સ્થાપ્યું. (૨)
અનુક્રમે ગગનમણિ પાંચ વર્ષનો થયો. ત્યારે માતા-પિતાએ તેને નિશાળે ભણવા મૂક્યો. ટૂંક સમયમાં તે કુંવર સકલ કલાને ભણી યોગ્ય થયો. (૩)
બુદ્ધિ વધતી ચાલી તેમ બાલપણું પણ નાશ પામ્યું અને અનુક્રમે યૌવનવય પામ્યો. (૪)
ત્યારે માતા-પિતાએ તેહને તરૂણ કન્યા સાથે પરણાવ્યો. અનુક્રમે રાજકાજમાં રસ લેતો તે કુંવર રાજનીતિને જાણનારો થયો અને ગુણ સમૂહ વડે માત-પિતાને મોહ પમાડતો એવો તે કુંવર કુલમાં દીપક સમાન, કુલમાં સૂર્યસમાન તેજસ્વી થયો. (૫)
(શ્રી રે સિદ્ધાચલ ભેટવા) રાજા રાણી કેલમાં, રમતા એક રાત; રંગમાંહિ થયું રૂસણું, વાંધે પડી વાત રા૦ ૧