SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 3 SSSS [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઈમ ઉપદેશ કેવલી રે, બંધન એ જગમાંહિ રે; રાગ અને બીજો દ્વેષ છે, એહથી કર્મ બંધાય રે. જાઉં. ૬ રાગથી મોહની ઉપજે રે, દ્વેષ થકી વૈર થાવે રે; કોઈક ભવે ભમતાં સહી રે, આગળે દુઃખ ઉપાવેરે. જાઉં. ૭ વૈર અને વળી મોહની રે, ઉદય આવે એકવાર રે; વિણ ભોગવ્યે છુટકો નહિ રે, જાણો તમે નિરધાર રે. જાઉ૦ ૮ હસતાં કર્મ જે બાંધિયે રે, તન-મન-વચનને યોગે રે; કડુઆ કર્મ વિપાકથી રે, પીડા લહે પરલોગે રે. જાઉં. ૯ હેમપ્રભ કરજોડીને રે, સાધુ પ્રત્યે શિરનામી રે; સભા સમક્ષ તે તદારે, પૂછે પ્રસ્તાવ પામી રે.જાઉં. ૧૦ કહો સ્વામી મુજ કામિની રે, જયસુંદરી ઈણ નામે રે; ગોખ થકી કેણે અપહરી રે, લેઈ ગયો કુણ કામે રે.જાઉં. ૧૧ સુણ રાજન પુત્રે હરી રે, જયસુંદરી તુજ રાણી રે; તનુજ કિહાંથી પ્રભુ તેહને રે, વસુધાપતિ કહે વાણી રે.જાઉં. ૧૨ બીજો સત તેહને નથી રે, જે હું તો એક પુત્ર રે; તે પણ દૈવે ન સાંસહો રે, તો વાત પડી કિમ સૂત્ર રે.જાઉં. ૧૩ ગુટા હાર તણી પરેરે, મનમાંહી મહિપતિ ચિંતેરે; કેવલી કહે સુણ ભૂધણી રે, ફોગટ ફાં પડ્યો ભ્રાંતે રે.જાઉં. ૧૪ મૃગ કસ્તૂરીકા કારણે રે, શોધે જિમ વનમાંહિ રે; નાભિ સુગંધ લહે નહિ રે, તિમ તું ભૂલે છે આંહિ રે.જાઉં. ૧૫ કરના કંકણ દેખવા રે, આરીસો કુણ માંગે રે; તૃણને ઓથે ડુંગરો રે, તિમ સંશાય તુજ લાગે રે.જાઉં. ૧૬ નૃપ કહે અલિક હોવે નહિ રે, સહુ જાણે જિનવાણી રે; શોક્ય સુત હણ્યો સહિ રે, તે સઘળે વાત બેંચાણી રે.જાઉં. ૧૦ કૌતુક જાણી એ વડું રે, હું તો સંશય ભરાણો રે; માહરી મા અને વાંઝણી રે, ન મળે એ ઉખાણો રે.જાઉં૧૮
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy