________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સંશય હરવા કેવલી રે, દેવી પૂજાદિક જેહ રે; એ તનુજ રાણી તણો રે, સંબંધ ભાંખ્યો તેહ રે.જાઉં૦ ૧૯ વૈતાઢ્યથી વિધાધરા રે, આવ્યા છે વંદન કાજે રે; વ્યતિકર દાખ્ખો તિહાં લગે રે, સાંભળ્યો સઘળી સમાજે રે.જાઉં૦ ૨૦ જુએ નયણ પસારીને રે, નરનારી વૃંદ તેહો રે; સંપ્રતિ સર્વે દેખીને રે, ભાંગ્યા સહુના સંદેહો રે.જાઉં૦ ૨૧ પુત્ર પિતાને પાયે નમ્યો રે, માંહોમાંહી સહુ મળિયા રે; હર્ષના આંસુ ઉલટ્યાં રે, વિયોગ તણાં દુઃખ ટળિયા રે.જાઉં૦ ૨૨ જયસુંદરી પતિને નમી રે, રૂદન કરે દુઃખ આણી રે; સભા સ્વજન સહુ દેખીને રે, આંખે ઝરે તિહાં પાણી રે.જાઉં૦ ૨૩ સાધુને ભવિ વાંદો રે, મનના સંદેહ ટાળે રે;
ઢાળ કહી પાંત્રીસમી રે, ઉદયરતન ઉજમાલે રે,જાઉં૦ ૨૪
ભાવાર્થ : એ પ્રમાણે કહીને માત-પિતાને સાથે લઈ કુમાર તથા સૂર વિદ્યાધર પરિવારે પરવર્યો છતો હેમપુરનગરે ચાલ્યો શ્રી જિનના ભામણા લઉં છું કે જે દુર્ગતિમાં પડતાં જીવોનો ઉદ્ધાર કરે છે. વળી જિનવ૨ની બલિહારી છે કે જેઓ મનના સંશયને હરે છે. (૧)
સૂર વિદ્યાધર, મદનકુમાર તથા જયસુંદરી આદિ સપરિવાર વિમાને બેસીને મનના હર્ષ સાથે હેમપુરનગરે આવ્યા અને સ્નેહપૂર્વક મુનિવરનું મુખ નીરખે છે. (૨)
ત્યારબાદ તે સર્વે કેવલીને વંદન કરી ત્રણ પ્રદક્ષિણા દઈ કરજોડીને સહુ નિરવદ્ય જગ્યા જોઈને ત્યાં બેઠા. (૩)
જયસુંદરી પણ જિનને નમસ્કાર કરી મહિલાના ગણમાં ધર્મ સુણવા ઉત્સાહથી શુભભાવે બેઠી. (૪)
આ તરફ હવે હેમપ્રભરાજા પણ સપરિવારે પ૨વર્ષો થકો કેવલીને વંદન કરી ગુણવાન એવો તે ધર્મ સાંભળવા બેઠો. (૫)
હવે કેવલી ભગવંત ભવ્યજીવોને ઉપદેશ આપતાં ફરમાવી રહ્યા છે કે, જગતમાં જીવોને બંધન બે પ્રકા૨નું છે. એક રાગ અને બીજો દ્વેષ અને આ બે દ્વારા કર્મ બંધાય છે. (૬)
રાગથી વ્યક્તિ કે વસ્તુ ૫૨ મોહ ઉત્પન્ન થાય છે અને દ્વેષથી તે બંને પર વૈર ઉત્પન્ન થાય છે અને ભવમાં ભમતાં જીવોને રાગ અને દ્વેષ આગળ ઘણાં ભવોમાં ભમાવે છે અને દુઃખ ઉત્પન્ન કરાવે છે. (૭)
૨૦૨