________________
ST.. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
- 3 તે સાંભળીને સૂરવિદ્યાધરે કહ્યું કે, હે પુત્ર! પડલીમાં બલિદાન માટે તને મૂક્યો હતો મને પણ તારા તેજથી મોહિત થઈ વિદ્યાના બળે મેં ત્યાં મરેલું બાળક મૂકી મેં તને લઈ લીધો છે
| અને આજ સુધી પુત્રની જેમ તને પાળીને મોટો કર્યો. આ સર્વે વૃત્તાંત કહ્યા બાદ કહ્યું : હું આટલું હું જાણું છું બાકી તારા જન્મ વિગેરેની કોઈ પણ વાત હું જાણતો નથી. (૫)
| ત્યારે કુમાર પણ કહેવા લાગ્યો કે, હે તાત ! સાંભળો હું એક કામિની લાવ્યો છું. તેને ન લઈને હું સરોવર પાળે બેઠો હતો. ત્યાં વાનર-યુગલ આવ્યું. તેમાં વાનરીકે મને જણાવ્યું આ કે આ તારી માતા છે. વળી કહ્યું (૬) દિ જો મારી વાતમાં તને સંદેહ હોય તો આ વનકુંજમાં એક અણગાર છે. તેને જઈને તમે 3 પૂછો ત્યારે હું અણગાર પાસે ગયો. અણગારે પણ કહ્યું વાત સાચી છે. પણ હું ધ્યાનમાં છું Eી તો તે સઘળો વૃત્તાંત હેમપુર નગરે એક કેવલી છે તેમને જઈને પૂછો ! (૭)
તે માટે હે તાત ! આપણે જિનવંદન માટે ત્યાં જઈએ અને મનનો સંદેહ પૂછીયે તો જ કે જુનાં તંતુ જેમ જલ્દીથી તૂટી જાય, તેમ આપણાં મનનો સંદેહ પણ જૂના તંતુની જેમ જલ્દીથી ત્રુટે ! (૮) (મોરી માતાજી અનુમતિ દ્યો સંજમ આદરું રે -એ દેશી)
(રાગ : ખંભાતી) . ઈમ કહીને કુમર ચલ્યો રે, માતા-પિતા લેઈ સાથ રે; સપરિવારે પરવર્યા રે, સૂર વિધાધર નાથ રે જાઉં ભામણે જિનને, જે પડતાં ઉધરે રે બલિહારી જે મનના સંશય હરે રે. જાઉં. ૧ વિમાને બેસી આવ્યા વહી રે, હેમપુરી મન હરખે રે; જયસુંદરી આદિ સહુ રે, નેહે મુનિમુખ નીરખે રે. જાઉં. ૨ કેવલીને વંદી તિહાં રે, ત્રણ પ્રદક્ષિણા દેઈ રે; કરજોડી બેઠાં સહુ રે, નિરવધ જાયગા લેઈ રે. જાઉં. ૩ જિનને નમી જયસુંદરી રે, મહિલાના ગણમાંહિ રે; શુભભાવે બેઠી તિહાં રે, ધર્મ સુણે ઉચ્છાહિરે. જાઉ૦ ૪ હેમપ્રભ રાજા હવે રે, સપરિવાર પરવરિયો રે;
કેવલીને તે વંદીને રે, ધર્મ સુણે ગણદરિયો રે. જાઉં૫ IN TO : ૨૦૦ NSS SS SS