________________
5
( શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે ચતુરંગી સૈન્યના દલથી યુક્ત એવા ફળસાર રાજા અત્યંત શોભવા લાગ્યાં. જાણે છે કરી ગુણસમુદ્ર ન હોય તેવા રાજા મંત્રીની સાથે તેની સહાયથી રાજ્યધુરા વહન કરે છે અને
કી તેથી ઈદ્રની જેમ સુખ ભોગવે છે અને ચંદ્રલેખા સાથે પણ સુખમાં દિવસો પસાર કરે છે. નિ પંચવિષય સુખ ભોગવતો તેના માધ્યમથી દિવસો વ્યતીત કરતો ફળસાર રાજા જાણે નૂતન કરી ઈદ્ર પ્રગટ થયો હોય નહિ, તેમ કાળ નિર્ગમન કરે છે. અનુક્રમે ચંદ્રસાર નામે પુત્ર જન્મ કી પામે છે તે કેવો છે ! જેમ માનસ સરોવરમાં હંસ શોભે, તેમ ચંદ્રલેખાના ઉદરે હંસ સમાન પોતાના સ્વજન - કુટુંબ – પરિવાર રૂપી વનને વિકસ્વર કરવા પૂર્ણચંદ્ર સમાન ઉજવલ એવો તે પુત્ર ચંદ્રસાર શોભી રહ્યો છે. (૯)
બીજના ચંદ્રની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ચંદ્રસારકુમાર હવે યૌવનના ઉંબરે દર પગ માંડે છે ત્યારે કુંવર રાજ્યને યોગ્ય થયેલો જાણી ફળસાર રાજા ચંદ્રસાર રાજકુમારને
રાજય આપી શુદ્ધ ભાવે ચંદ્રલેખા સાથે સંયમ ગ્રહણ કરે છે અને બંને સંયમધરો શુદ્ધભાવે આ મન-વચન-કાયાના યોગે નિરતિચાર ચારિત્ર પાળી અનુક્રમે આયુક્ષય થયે કાળ કરી સાતમા દિને દેવલોકે દેવપણાને પામે છે. શુક-યુગલના ભાવમાં ભક્તિપૂર્વક પરમાત્માની કરેલી ફળપૂજાના કિસ પુણ્યબલે ફળસારકુમાર અને ચંદ્રલેખા બંને દેવલોકની દિવ્ય સમૃદ્ધિ પામ્યા અને ત્યાંના રસ દૈવી સુખોને રંગપૂર્વક ભોગવે છે. (૧૦)
ફળસાર રાજા, ચંદ્રલેખા રાણી અને દુર્ગતા નારીનો જે જીવ દેવપણું પામેલો છે તે દેવ જી એમ ત્રણેય આત્મા દેવ - મનુષ્યના ઉત્તમ ભવોમાં, ઉત્તમ સુખોને ભોગવતા સાતમા
ભવમાં સંયમ લઈ શુદ્ધ ભાવે નિરતિચારપણે આરાધી મોક્ષે જશે એમાં જરા પણ શંકા નથી, એ પ્રમાણે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, હે રાજન્ ! મારી આ વાતમાં જરાં પણ શંકા રાખીશ નહિ. ફળપૂજા ઉપર ઉત્તમ મહાત્માનું દૃષ્ટાંત મેં તને કહ્યું. તે હવે તેના પર સાચા મનથી શ્રદ્ધા કરજે એ પ્રમાણે કવિ ઉદયરત્નવિજયજી મહારાજ
ઉલ્લાસપૂર્વક એકસઠમી ઢાળમાં ફરમાવે છે કે, હે શ્રોતાજનો ! પરમાત્મભક્તિનો મહાલાભ તિ કી છે એમ જાણીને પ્રભુભક્તિ કરવા ઉદ્યમવંત બનજો ! (૧૧)
વિવેચન : ખરેખર પરમાત્મ ભક્તિનો મહિમા અપરંપાર છે. પરમાત્મ ભક્તિ આજના ની સમયે પણ અવનવા ચમત્કારો સર્જે છે. પરમાત્માની ભક્તિ જ મુક્તિને ખેંચે છે. જેમ લિ
ચમકપાષાણ લોઢાને ખેંચે છે તેમ ચુંબક સ્વરૂપે પરમાત્માની ભક્તિ લોઢા જેવા આપણા આત્માને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરાવવા ખેંચે છે. પણ ચુંબકને સ્પર્શ કરો તો ? જેમ ઈલિકા ભ્રમરનું ધ્યાન કરતાં ભ્રમર રૂપે બની જાય છે. તેમ પરમાત્માનું ધ્યાન કરતા આપણે શું પરમાત્મા સ્વરૂપે ન થઈ શકીએ ? પરમાત્માનું નામસ્મરણ પણ આપણાં રોગ શોક પાપ સંતાપને અપહરે છે. તો ભાવથી કરેલી પ્રભુપૂજા અને ભક્તિભાવ શું ચમત્કાર ન સર્જે ?