________________
T |
Sિછે ....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) - તે સાંભળીને હળધર રાજા દેવને કહેવા લાગ્યા કે, હે દેવ ! મારા ઉપર મહેરબાની દ કરીને જે આ નગરી ઉજ્જડ થયેલી છે – શૂન્ય થયેલી છે. તેને ફરી રમણીય અને વસ્તીવાળી 3 કરી આપો. (૬)
હળધર રાજાની એ પ્રમાણેની વાત સાંભળીને દેવે તે વાત સ્વીકારી અને તત્કાલ તે વી નગરીને સુવર્ણમણિમય આવાસોથી સજ્જ ઈદ્રપુરી જેવી તૈયાર કરી. (૭)
તેમજ વળી દૈવી શક્તિથી ગઢ-મઢ મંદિર માળિયા ઉંચા સુવર્ણમય મણિમય રળીયામણાં દેવ વિમાન જેવા સુંદર તૈયાર કર્યા. આમ દેવે પોતાની શક્તિથી હળધર રાજાને સુખી કર્યો. (૮)
હવે હળધર રાજા પણ પોતાની બે રાણીઓ સાથે પાંચ ઈંદ્રિયજન્ય પંચ વિષયુખને ભોગવતો દેવે કરેલ નગરીને વિષે રાજય કરવા લાગ્યો. (૯)
વળી જેમ ઈદ્ર મહારાજાની આજ્ઞા કોઈ લોપી શકતું નથી. તેમ હળધર રાજાની પણ આજ્ઞા કોઈ લોપતા નથી. તેથી ઈદ્રની જેમ તેજથી, પ્રતાપથી, શૂરવીરતાથી શોભાયમાન હળધર રાજા રાજ્ય કરે છે અને સાથોસાથ હંમેશા પરમાત્માના ચરણકમલની પૂજા કરે છે. (૧૦)
આમ નૈવેદ્ય પૂજાના પ્રભાવથી હાલિક નર ઉત્તમ એવું રાજ્ય સુખ પામ્યો અને તેની સઘળી આપદા દૂર ગઈ અને તેનો મહિમા વધારે વધવા લાગ્યો તેમજ રૂપથી પણ તે ઈદ્ર | સમાન દેખાવા લાગ્યો. (૧૧)
વાચકો ધ્યાન રાખો કે જીવનમાં કરેલ એક નાનકડું અનુષ્ઠાન પણ જો આપણા Sી આત્માને અધોગતિએ જતો અટકાવી ઉર્ધ્વગામી બનાવી પરંપરાએ પરમપદની પ્રાપ્તિ | કરાવી આપે છે. આ ભવમાં પણ ભૌતિક સામગ્રીથી પૂર્ણ આત્મા બની શકે છે તો પરમાત્માએ ચિંધેલા રાહ પર ચાલવાથી શું પ્રાપ્ત ન થાય ! - હવે હાલિકમાંથી રાજા બનેલા એવા હળધર પૃથ્વીપતિ અને તેની બંને પત્નિઓ | પરમાત્માની આગળ હર્ષોલ્લાસપૂર્વક શુદ્ધભાવે સ્નેહપૂર્વક હંમેશા નૈવેદ્ય ધરાવે છે. (૧૨)
જેમ મહદ્ધિક દેવ દેવલોકના દેવતાઈ સુખોને ભોગવે છે તેમ હળધર રાજા પણ હંમેશા | લેમપુરી અને ધન્યપુરી એમ બંને નગરીના રાજય સુખોને ભોગવે છે. (૧૩)
હવે હળધર રાજાને જે દેવ સહાય કરતો હતો તે દેવ સુરલોકથી ચ્યવીને વિષ્ણુશ્રી ની રાણીની કુક્ષીએ આવ્યો. ખરેખર નિશ્ચયથી જોઈએ તો ભાગ્યમાં જે લખાયું હોય છે તે કોઈ મિથ્યા કરી શકતું નથી. (૧૪)