SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ નવ નવ નાટારંભશે રે, નિત નિત નવલે નેહ; પુત્રાદિક પરિવારશું રે, વિચરે છે ગૃપ તેહ. ઠવિયો. ૧૮ દોઢીયે ઉભા ઓળગે રે, રાયજાદા કર જોડી; કોઈ ન કરે તિણે સમે રે, હળધર નૃપની હોડી. ઠવિયો. ૧૯ જોરાવર તે જગતમાં રે, દિન દિન ચઢતે પૂર; તરવારના તાપે કરી રે, પાલે રાજય પવૂર. ઠવિયો. ૨૦ ભૂજબલે ભૂ ભોગવે રે, કરે વળી ધર્મનો કામ; ભક્તિ કરે ભગવંતની રે, ભાવેશું ગુણધામ. ઠવિયો. ૨૧ ઢાળ ચોપનમી એ કહી રે, ઉદયરતન મન રંગ; ઈમ જાણી જિન પૂજજો રે, આણી ઉલટ અંગ. ઠવિયો૨૨ ભાવાર્થ : સૂરસેન રાજાએ વિષ્ણુશ્રીને હળધર સાથે પરણાવી, ત્યારપછી મનમાં હર્ષ ધારણ કરી પૃથ્વી પતિએ છત્રીસ પ્રકારના રાજ્યકુલમાં વિશેષ પ્રકારે મુખ્ય પદે સ્થાપી રાજ્યાભિષેક કર્યો. આમ હાલિકને રાજ્ય આપી રાજા બનાવ્યો અને તેનું હળધરરાજા એ પ્રમાણે નામ સ્થાપન કર્યું. એ રીતે જિનપૂજાના પ્રબલ પુણ્યથી હાલિક નર રાજા બન્યો અને મનોહર એવા રાજયસુખને ભોગવવા લાગ્યો. (૧) ત્યારબાદ સ્વયંવરમાં વિષ્ણુશ્રીને વરવાની ઈચ્છાથી આવેલા ચંડસિંહાદિ રાજાએ પણ મનરંગે હળધર રાજાને સિંહાસન પર બેસાડી રાજ્ય તિલક કર્યું અને તેનાં ચરણકમલમાં - પ્રણામ કર્યા. (૨) તે હળધર રાજાના મસ્તક ઉપર છત્ર શોભી રહ્યું છે, બે બાજુ ચામર વીંજાઈ રહ્યા છે એવા હળધર રાજાની આગળ કરજોડી મસ્તક નમાવી ઉલ્લાસપૂર્વક પૃથ્વીપતિ ઉભા રહ્યા છે. (૩) Sી અને હળધર રાજાની આજ્ઞા મસ્તકે ચઢાવી તેમની આજ્ઞા શિરોધાર્ય કરી. અર્થાત્ સર્વે ની રાજાઓ તેમની આજ્ઞા નીચે આવી ગયા અને તેમની શીખ લહી સર્વે રાજાઓ પોત- | ના પોતાના સ્થાને ગયા. (૪) હવે હળધર રાજાને એક વખત દેવ આવીને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! તારા કહ્યા છે દ મુજબ આપેલા વચનથી તારું દારિદ્ર દૂર કરી દીધું છે અને હવે બીજું પણ કંઈ કામ હોય Tી તો બતાવ તો તે કામ પણ હું કરી આપું. (૫)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy