SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ . શ્રી અપ્રકારી પૂજાનો રાસ SD 3 હળી નૃપને હવે એકદા રે, દેવ વદે તે આમ; દારિદ્ર તુજ દૂર કર્યું રે, કહે તે વળી કરું કામ. ઠવિયો૫ હળી નૃપ કહે હવે દેવને રે, ઉવસપુર છે જેહ; કૃપા કરી મુજ ઉપરે રે, વાસી આપો તેહ. ઠવિયો૬ પડિવજી તે વાતને રે, સુરનગરી સમ ખાસ; વેગે વાસી તે પુરી રે, કચનમણિ આવાસ. ઠવિયો છે ગઢ મઢ મંદિર માળીયાં રે, દેવ માયાએ ઉત્તગ; નીપાયા રળીયામણાં રે, સોવન મણિમય રંગ. કવિયો. ૮ રાજ્ય કરે તેણે પુરે રે, હવે હળધર નારનાથ; પંચવિષય સુખ ભોગવે રે, બે નારીની સાથ. ઠવિયો૯ સુરપતિની પેરે જેહની રે, આણ ન લોપી જાય; તેજ પ્રતાપે દીપતો રે, નિત્ય પૂજે જિન પાય. ઠવિયો૧૦ નૈવેધને પુણ્ય કરી રે, પામ્યો રાજ્ય પ્રધાન; અળગી નાઠી આપદા રે, વાધ્યો અધિક સુવાન. ઠવિયો૦ ૧૧ જિન આગે જુગતે કરી રે, નૃપ ને નારી દોય; નૈવેધ ધરે નિત્ય નેહશું રે, નિર્મલ ભાવે સોય. ઠવિયો. ૧૨ જિમ દોગંદક દેવતા રે, સુખ ભોગવે સુરલોક; બંને પુરીનો સાહિબો રે, ભોગવે તિમ નિત્ય ભોગ. ઠવિયો૧૩ અમર ચવી તે ઉપનો રે, વિષ્ણસિરિને પેટ; નિશ્ચય નજર નિહાલતાં રે, ભાવિ ન મીટે નેટ. ઠવિયો૦ ૧૪ ટાળી ન ટળે મોહની રે, જિહાં ધરે મન રાગ; તિહાં જઈને જીવ ઉપજી રે, ઈમ વદે વીતરાગ. ઠવિયો. ૧૫ પ્રસવ્યો પુત્રપણે સહી રે, કુસુમકુમર ધર્યું નામ; બીજના ચંદ્ર તણી પરે રે, વાધે તે અભિરામ. કવિયો. ૧૬ હળી રાજાને તેહવો રે, વલ્લભ જીવ સમાન; પૂરવને પ્રેમે કરી રે, યત્ન કરે રાજાન. ઠવિયો૧૦
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy