________________
3
STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. | ફરી પણ મુનિવરને ચરણકમલને વિષે પ્રણામ કરીને લીલાવતી પોતાના પાપનો
પશ્ચાતાપ કરવા લાગી અને પોતાના આત્માની નિંદા કરવા લાગી, જેહથી પોતાનું પાપ | છૂટવા માંડે. (૨૨)
અને મુનિવચને મિથ્યાત્વના પાસને મૂકીને શુદ્ધ શ્રાવિકા બની અને તેણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. (૨૩)
અને મુનિવરને કહેવા લાગી કે જ્યાં સુધી મારા શરીરની શક્તિ છે અને જ્યાં સુધી આ પિંડમાં પ્રાણ છે. તેમજ જ્યાં સુધી મારા ચિત્તમાં ચેતના છે. ત્યાં સુધી પ્રભુપૂજાનો
મારો નિર્ણય અફર છે. (૨૪). ને ત્યારબાદ તે મુનિવરને માનપૂર્વક આહાર વહોરાવ્યો ! અને મુનિવર પણ ધર્મલાભ કરી દઈને ત્યાંથી પાછા વળ્યાં. (૨૫)
અને હવે લીલાવતી વિધિપૂર્વક ઉતમ કુસુમ કરી ત્રિકાલ જિનેશ્વરદેવની પૂજા કરવા | લાગી. હે ભવ્યજીવો સાંભળો. આ આડત્રીસમી ઢાળ પૂર્ણ થઈ, એમ ઉદયરત્નવિજયજી જી મહારાજ કહે છે અને ભવ્યજીવોને પ્રતિબોધે છે કે જિનેશ્વરની પૂજાથી જીવ અવિચલ પદ
અવિલંબપણે પ્રાપ્ત કરે છે. (૨૬)