________________
S TATE ....શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ....
| વળી તે જીવ કે, જે જિનેશ્વરની પૂજા કરતાં હોય તેને અંતરાય કરે છે, સદૈવ બળતો રહે છે તે દરિદ્રી પોતાના દુર્ભાગ્યે કરી કુગતિને પ્રાપ્ત કરે છે. (૧૩)
વળી હે લીલાવતી ! બીજાએ જિનેશ્વરદેવની પૂજા કરી હોય પણ તે પૂજાને જે જીવ ક્રેષ ધારણ કરીને ઉતારી નાંખે છે તે જીવ મહા ભયંકર દુઃખને પ્રાપ્ત કરે છે. (૧૪)
વળી જે જીવ પોતાની જીભેથી એમ કહે કે, જિનપૂજા કરવાથી પાપ લાગે છે. તો તે દિ નર મુરખ બિચારા પોતાના આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે ? (૧૫)
ખરેખર જે જીવો પૂજા કરવાનો વિરોધ દર્શાવે છે તે જીવો ભયંકર કર્મબંધ કરે છે અને આ ભવને વિષે ભમે છે. પૂજાનો અધિકાર શ્રાવક શ્રાવિકાને છે. આમેય તેઓ સંસારમાં રહ્યા છે ની અનેક આરંભ સમારંભના પાપો કરતા હોય છે. અનર્થદંડને વારંવાર સેવતા હોય છે અને છે તેઓ ષટૂકાય જીવોની હિંસામાં રમતા હોવાથી અનેક પાપારંભથી નરકાદિ દુર્ગતિના
આયુષ્ય બાંધતા હોય છે. તો તે જીવોને સુરનરાદિ ઉચ્ચગતિ પ્રાપ્ત કરવા માટે અને દુર્ગતિના દિક દ્વાર બંધ કરાવવા અને અંતે શિવપદ સુધી પહોંચાડવા માટે જિનપૂજા એ ઉત્તમ માર્ગ છે.
જે જીવ પૂજાનો વિરોધ કરે છે તે મહાપાપને ઉપાર્જન કરે છે. મિ ઉપર પ્રમાણેના મુનિવરના વચનો સાંભળી વાયુવેગથી જેમ તરૂવરની ડાલ કંપે તેમ કી લીલાવતી પણ કંપવા લાગી. (૧૬)
અને ભવભ્રમણથી ભય પામતી એવી તે લીલાવતી મુનિવરને કરજોડીને કહેવા લાગી રડી કે, હે મુનિવર ! મહેર કરીને મારી વિનંતી સ્વીકારો. મારી અરજીને સાંભળો અને તે
મુનિનાથ ! મારો ઉદ્ધાર કરો ! (૧૭) | એ પ્રમાણે કહીને કહેવા લાગી કે, તે સ્વામી ! મારી શોધે જિનેશ્વરની પૂજા કરેલી. 5. સુગંધી માળા પ્રભુ કંઠે આરોપણ કરેલી તે મેં ક્રોધ કરીને દાસીને ઉતારવા કહ્યું અને તે ન ઉતારવા ગઈ તો માળાની જગ્યાએ ભુજંગ દેખ્યો તેથી તે ડરી ગઈ અને પાછી આવી તો મેં | તે માળા ઉતારી પણ સર્પરૂપે મારા હાથે વીંટળાઈ રહ્યો એ પ્રમાણે મૂલથી સઘળી વાત કહી શકે સંભળાવી અને કહ્યું કે હે ગુણવંત સ્વામી મેં આવો ભયંકર અપરાધ કર્યો છે. (૧૮)
તેથી સ્વામી ! કરૂણા કરીને મને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી એ મારા | | પાપને ટાળે અને મનવાંછિત ફળને પ્રાપ્ત કરાવે. (૧૯)
તે સાંભળીને મનશુદ્ધ મુનિવર કહેવા લાગ્યા કે, હે લીલાવતી ! જો તું મનશુદ્ધ - જિનેશ્વરદેવની પૂજા કરે તો આ કર્મના બંધથી તત્કાલ છૂટી શકે. (૨૦) ,
એ પ્રમાણે મુનિવરના વચન સાંભળી મુનિવરને વંદન કરીને લીલાવતી કહેવા લાગી | ETી કે, હે મુનિવર ! આજથી જાવજીવ સુધી પરમાત્માની ત્રણકાલ હું પૂજા કરીશ ! એ ની પ્રમાણે હું નિરધાર કરું છું. (૨૧)