________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ભાવાર્થ : લીલાવતીની વાત સાંભળીને મુનિવર ધર્મોપદેશ આપવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયે લીલાવતી ! સાંભળ, વારંવાર મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે. તેથી મનુષ્ય ભવનો જેટલો લાહો લેવાય તેટલો લઈ લે. (૧)
રાગ અને દ્વેષે કરીને ચોરાશી લાખ જીવાયોનિ સ્થાનાદિમાં જીવ અનાદિ અનંત કાળથી જગતમાં પરિભ્રમણ કર્યા કરે છે. (૨)
વળી કોઈક પુણ્યના પ્રભાવથી જીવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે તો પણ પંચવિષય સુખની લાલચે ફોગટ તેમાં રાચી માચીને માનવ જન્મ હારી જાય છે. (૩)
તેથી ઈંદ્રાદિકની પદવી જીવ પામી શકતો નથી. પૂજ્ય પણ બની શકે નહિ, આ વાતમાં જરા પણ સંદેહ નથી. વળી ચિંતામણી રત્ન સમાન સમ્યક્ત્વ દુઃખે કરીને પ્રાપ્ત કરે છે. (૪)
કારણ એક એ છે કે સમકિતના મૂલ વિના એટલે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ જીવ ભવસાય૨નો પાર પામી શકતો નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ હોય તો સંસારમાં પણ સહેજે જીવ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. (૫)
વળી જે સમ્યક્ત્વધારી હોય છે. તે દેવ-ગુરુ અને ધર્મરૂપ ત્રણેય તત્ત્વને ઓળખનારો જાણનારો અને જિનવચન ૫૨ શ્રદ્ધા ધારણ કરનારો હોય છે અને એજ સમ્યક્ત્વનો મર્મ છે. (૬)
વળી અનેક દેવોમાં દીપતા, અઢાર દોષથી રહિત અરિહંત ભગવંત છે. સમ્યક્ત્વને અજુઆળવા માટે અરિહંત ભગવંતની પૂજા એ શ્રેષ્ઠ ઉપાય છે. (૭)
વળી કેતકી, ચંપક, કેવડો, જાઈ, જુઈ અને જાસુદ તથા માલતી અને મચકુંદ આદિ અમૂલ્ય ફૂલથી જે જિનેશ્વરદેવની વિધિસહિત ત્રિકાલ પૂજા કરે છે, તે દેવ-મનુષ્યની તથા મોક્ષની સુરસાલ સંપદાને પ્રાપ્ત કરે છે. (૮, ૯)
વળી જે જીવ જિનેશ્વરદેવને ભક્તિપૂર્વક એક પણ ફૂલ ચઢાવે છે, તે ઉત્તમ દેવ અને મનુષ્યની અમૂલ્ય સાહિબી પ્રાપ્ત કરે છે. (૧૦)
વળી હે લીલાવતી ! જો બીજા કોઈએ પણ જિનવરની પૂજા કરી હોય અને તે દેખીને કોઈ જીવ અમર્ષ ધારણ કરે તો તે અવગુણી, દુષ્ટ મહાકષ્ટને પ્રાપ્ત કરે છે. (૧૧)
વળી બીજાની એ પ્રમાણે ઈર્ષા ક૨ના૨ જીવ ભવચક્રમાં ભૂલો ભમે છે. દુ:ખિયો, દીન તે નર આ લોકને વિષે મહા આપદાને પ્રાપ્ત કરે છે અને તેને અત્યંતપણે બીજાને આધીન થવું પડે છે. (૧૨)
૧૯