________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ધીરજથી રે, ચળાવ્યો ચળ્યો નહિ; દેવ રૂપી રે, એહ પુરુષ દીસે સહી. ઈમ ચિંતી રે, તેહ પ્રત્યક્ષ થયો તદા; મન હરખે રે, કુવર પ્રત્યે ભાખે મુદા. કુમરને કહે અમર ઈણી પરે, ઈંદ્ર તુજને પ્રશંસિયો; તેહ થકી તું અધિક ઓપે, દેખી મુજ હરખ્યો હિયો માગ તું મુજ કને કાંઈક, તૂઠો હું તુજને સહી; જેહ કહે તે કરું હેલા, વાચા એ નિષ્ફળ નહિ. ૬
તવ તેહને રે, કુમર કહે મન ઉલ્લસી, પુણ્ય કરી રે, માહરે ઉણિમ નહિ કિસી તો પણ વળી રે, જો તુમે કિરપા કરી સુરપુરી સમ રે, કરી આપો માહરી પુરી. પુરી માહરી કરી આપો, ઈંદ્રપુરી સમ ઓપતી; ઈમ સુણી તેણે સુરે તતખિણ, પુરી કીધી દીપતી કનકમય શુભ ઘટિત ગઢ મઢ, પોળ મંદિર માળિયાં અતિ દિવ્ય સુંદર ગોખે, જડિત દીપે જાળિયાં. પુનર્નવ રે, સાલંકારા સોહતી; સુરનરના મન મોહતી; કીધી પ્રેમદાને પુરી; રૂપે ને દ્ધે કરી.
અતિ સુંદર રે, તેણે દેવે રે, હોય દીપે રે,
દ્ધે કરીને અધિક રૂપે, ઓપાવી તે સુર ગયો, પ્રમદા અને તે પુરી પેખી, કુમર મનમાં ગહગલ્લો, સૂર નરપતિ કુમરને હવે, રાજ્ય આપીને સહી, શીલંધર મુનિરાજ પાસે, ભાવશું દીક્ષા ગ્રહી. . દલ પૂરે રે, ફળસાર નરપતિ સુંદરું; તેણે પુરે રે, રાજ્ય કરે તે ગુણાકરુ; શચીશું રે, સુરપતિ જિમ સુખ ભોગવે; શશિલેખા રે, સાથે તિમ દિન જોગવે. ૩૩૦ ૧