________________
)
3
SSSSS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) સ ) ) ફળતણી પૂજા ભાવ આણી, લાભ જાણી જિન તણી; શુકપણે કીધી તે હે પુણ્ય, અદ્ધિ પામ્યો અતિ ઘણી. નરલોકમાંહી અમરની પરે, ભોગવે સુખ ગહગહી; મનમાંહી જે જે ધરે ઈચ્છા, સફળ થાયે તે સહી.
કોઈક સુર રે, અમરષ મનમાં આણતો; મિથ્યાત્વી રે, ઇંદ્ર વચન અણમાનતો; વિષધરનું રે, રૂપ કરી તિહાંથી ધસ્યો
આવીને રે, ચંદ્રલેખાને તે હસ્યો. ડસ્યો વિષધર દેવનિર્મિત, ચંદ્રલેખાને સહી; અચેત અબળા થઈ તતક્ષણ, ઝેર જોરે લહબહી. વૈધ ગારુડ મંત્ર મહોરો, ઓષધ ઉપચાર એ ગદચાર આદિ કર્યા અતિ ઘણા, કહેતાં નાવે પાર એ. ૩
મૂરછાગત રે, નીલવરણ નારી થઈ; ઉપાયથી રે, ચેતના તેણે નવિ લહી. ચિકિત્સક રે, હાથ ખંખેરીને ગયા.
સ્વજનાદિક રે, તેહની આશા તજી રહ્યા. તજી આશને રહ્યા તેહવે, દેવ દુર્ગત આવે એ; વૈદ્ય રૂપે અમરતરૂની, મંજરીને લાવે છે; વિષ તણો અપહાર કરવા, વાત વિગતે સુણાવે છે; ઉપકાર કારણે કુમરને કર, મંજરી જવ ઠાવે છે. ૪
તવ વૈધને રે, દેખી તે સુર ચિંતવે; કરી રૂપે રે, કુમરને બિહાવું હવે; ઈમ ચિંતી રે, ગજ રૂપે આવ્યો જિસે;
ફળસારને રે, સિંહ રૂપે દીઠો હિસ્ય. સિંહરૂપે કુમારને તિહાં, દેખીને રોષાતુરે; દેવ પણ તે સિંહ રૂપે, સામે પગલે સંચરે, દેવ દુર્ગત સાન્નિધ્યે તવ, કુંવરને દીઠો તેણે; શરભ રૂપે બિહામણો, તે દેખી ચિંતે તિહાંકણે. ૫