________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સુરલોકથી સૂર કોઈ ચવી તવ, તેહની કૂખે અવતરીયો રે; પૂરવ દિશિ જિમ દિનકર પ્રગટે, સીપે મોતી સંચરિયો રે રા૦ પ્રીતમને પૂછે સા પ્રમદા, સુપન સુણી ગૃપ સંતો રે; કામિનીને કહે કુલમંડન, પુત્ર હોંશે પુણ્યવંતો રે રા૦ ૧૦ ઈમ સુણી સા આનંદ પામી, હરખે હિયડુ હિસે રે; ઉત્તમ દોહિલા ઉપજે તે સવિ, પૂરે ભૂપ જગીશ રે રા૦ ૧૧ ગર્ભતણે અનુભાવે તેહને, ઈચ્છા ઉપજી એહવી રે; અષ્ટાપદ જઈ જિનવર અરચી, ગંધપૂજા મેં કરવી રે રા૦ ૧૨ રાજાને કહે મનને રંગે, ગિરિ અષ્ટાપદ ગેલે રે; પૂજાને હેતે પ્રભુ જઈએ, બેહું જણ આપણ બેલે રે રા૦ ૧૩ રમણીને વશ છે રાજેસર, વળી નહિ વિખવાદ રે; માંહોમાંહે છે ઘણી માયા, મોતી જિમ નરમાદા રે રા૦ ૧૪ ગોરીનું ગાયું તે ગાય, કથન ન લોપે કિહાં રે; વનિતા વચને બેસી વિમાને, પરિવર્યોં બહુ પરિવારે રે રા૦ ૧૫ અનુક્રમે અષ્ટાપદ ગિરિ ઉપરે, આવ્યા સહુ આણંદે રે; ૠષભાદિક જિનવર મનરંગે, વિધિશું વળી વળી વંદે રે રા૦ ૧૬ કેસર સુખડ કુસુમ મળીને, પૂજા સાર પ્રકારી રે; આંગી રચી અરચા કરી ઉલ્લટે, ભાવે સહુ નરનારી રે રા૦ ૧૭ ગંધપૂજા કીધી મન ગેલે, શુભમતિ રાણી રાગે રે; પૂજા જિનવર પ્રણમી પ્રેમે, મુગતિતણાં સુખ માંગે રે રા૦ ૧૮ યાત્રા કરી જુહારી જિનવર, ભેટી વળ્યો ભૂપાલો રે; ઉદયરત્ન કહે છઠ્ઠી ઢાળે, સુણજો વાત વિશાલો રે રા૦ ૧૯
જયસૂરરાજા અને શુભમતિ રાણીનું દૃષ્ટાંત
ભાવાર્થ : પચાસ યોજન પહોળો વૈતાઢ્ય પર્વત છે. તે પર્વતની દક્ષિણ શ્રેણીએ પર્વતના મસ્તક સ્થાને ગજપુર નગર છે. ત્યાં ‘જયસૂર' નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તે પ્રબલ પ્રતાપી છે અને પુણ્યના પ્રભાવે વિવિધ પ્રકારનાં સુખને ભોગવે છે. (૧, ૨)
૩૫
૯