SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે રાજાને અનુપમ રૂપવતી જાણે મોહનમૂરતિ ન હોય તેવી કે જેને જોઈને સૂર્ય પણ ડોલી ઉઠે છે. ત્રણ જગતમાં તેની તોલે કોઈ આવી શકે નહીં તેવી પટ્ટરાણી છે. (૩) તે પક્ષીની જેમ વિદ્યાના બળે ગગનાંતરે ઉડી શકે તેવી, મનના હર્ષથી આનંદથી વિમાનમાં બેસી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે તેવી છે. (૪) કોઈની ઉપમા આપી ન શકાય તેવી (અર્થાત્) તેનું રૂપ એવું છે કે જગતમાં તેની સરખામણી થાય તેવી કોઈ વસ્તુ નથી. ત્રણ જગતમાં તેના જેવી કોઈ સ્ત્રી નથી. ચાલમાં હંસગતિને પણ હરાવે તેવી શુભમતિ નામે અતિસુંદર ગુણશાલીની પટ્ટરાણી છે. (૫) વળી તે જાણે મનોહર ઇંદ્રાણી હોય તેવી શોભતી જાણે સુ૨૫તિને રીઝાવે છે અને જોરાવર જયસૂર રાજાને જોઈ તેનાં આશરે તે આવી. (૬) પુણ્યનાં યોગથી સુખ સંયોગે પોતાના ભરથાર સાથે મસ્તીથી રહે છે. અતિ પ્રેમથી પંચવિષય સુખમાં લીન રહે છે. (૭) તેવામાં એક દિવસ સુંદર સુખ-શય્યામાં પોઢેલી એવી તેણીએ મધ્યરાત્રે સૂર્યમંડલ સ્વપ્રમાં જોયો અને તે દેખી હર્ષિત થઈ. (૮) દેવલોકથી કોઈ દેવ ચ્યવી શુભમતિની કુક્ષીને વિષે અવતરીયો, જેમ પૂર્વ દિશામાં દિનકર પ્રગટે, વળી છીપમાં જેમ મોતી નીપજે તેમ શુભમતિની કુક્ષીને વિષે સુરલોકથી દેવ ચ્યવી આવ્યો. (૯) આવા પ્રકારનું સુંદર મનમોહક સ્વપ્ર જોઈ શુભમતિ પોતાને આવેલા સ્વપ્રનું ફલ પોતાના પ્રિયતમને પૂછે છે અને જયસૂર૨ાજા પણ પોતાની પ્રિયતમાને કહે છે કુલમાં દિપક સમાન પુણ્યશાલી એવો પુત્રરત્ન આપણે ત્યાં જન્મ પામશે. (૧૦) એ પ્રમાણે પોતાના સ્વામીના વચનો સાંભળી આનંદ પામી હૈયું હર્ષિત થયું અને ગર્ભના પ્રભાવે ઉત્તમ દોહલા ઉત્પન્ન થાય છે. તે સર્વે દોહદ રાજા પૂર્ણ કરે છે. (૧૧) હવે ગર્ભના પ્રભાવે ‘શુભમતિ’ રાણીને અષ્ટાપદ તીર્થે જઈ જિનેશ્વરની ગંધપૂજા મારે કરવી તેવો દોહલો ઉત્પન્ન થયો. (૧૨) એ પ્રમાણે મનના ઉમંગ સાથે રાજાને કહી રહી છે કે અષ્ટાપદ તીર્થે આપણે પરમાત્માની પૂજા કરવા સાથે જઈએ. (૧૩) રાજા પણ રાણીને વશ છે. (રાજા રાણીનું કહ્યું દરેક કામ કરે છે) બંને વચ્ચે ક્યારેય વિખવાદ થતો નથી. પરસ્પર બંનેને સારી માયા છે. (૧૪) ૩૬
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy