________________
SિS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
SGSSS કે વળી રાજા વિચારવા લાગ્યો કે પહેલાં તો મેં પોતે અવિચાર્યું કામ કર્યું. કુલવંશ જાણ્યા કરી વિના ‘કન્યા' આપવાનું નક્કી કર્યું. હવે મારા સ્વમુખેથી પાંચની સાખે ઉચ્ચારેલું વચન Sા પણ ફોગટ થવું જોઈએ નહિ. (૧૩)
વળી કદાચ મૂલમાંથી મારું રાજ્ય અને ધન સર્વે ચાલ્યું જાય. કરોડો મારા કામ વિણસી જાય તો જીભ કાપી નાંખુ પણ પ્રાણભોગે ય બીજાને આપેલું વચન ક્યારે પણ ભંગ , કરીશ નહિ. (પાછુ ખેંચીશ નહિ) (૧૪)
જેમ સાપ-છછુંદરને પકડે અને પાછળથી પસ્તાવો કરે તેમ રાજાનું મન પણ ડોળાય કરી છે. મનમાં પૃથ્વી પતિ ઘણી જ ચિંતા કરી રહ્યો છે. (૧૫)
તે સમયે પેલો યક્ષ કોઈક પુરુષ ના શરીરમાં સંક્રમીને રાજા પ્રત્યે નમસ્કાર કરી છે વિનયંધરની વાત કરવા લાગ્યો કે – (૧૬)
પોતનપુર નામના નગરમાં વજસિંહ નામે રાજા છે. તેમને કમલા નામની મનોહર | એવી પટ્ટરાણી છે. (૧૭)
તેની કુક્ષીને વિષે વિનયંધરનો જન્મ થયો છે. નિમિત્તજ્ઞના વચનથી તે કુમારને રાજાએ | જંગલમાં મૂકાવી દીધો. ત્યાં માંસની ભ્રાંતિથી ભાખંડ પોતાની ચંચુપટમાં ગ્રહણ કરી ઉડી | ગયો. સામેથી બીજો બલવાન ભાખંડ આવ્યો તેને પણ આ માંસ લેવાની ઈચ્છા થઈ. બંને સામસામી ઝઘડ્યા અને બાળક ચંચપટથી છુટી કૂવામાં પડ્યો વિગેરે સર્વ અધિકાર પેલા પુરુષે કહી સંભળાવ્યો. (૧૮)
અનુક્રમે અહિં આવ્યો “સુબંધુ' સાર્થવાહે પુત્રની જેમ તેને પાળી - પોષી મોટો કર્યો. Rી. પણ નગરજનોએ તેનું કર્મકર નામ સ્થાપ્યું. આ પ્રમાણેની સર્વ હકિકત કહી પેલા પુરુષે રાજાનો સંશય દૂર કર્યો. (૧૯)
એ પ્રમાણે સંશય દૂર કરીને પેલા પુરુષના શરીરથી યક્ષ દૂર જતો રહ્યો. પણ ઉપર ની પ્રમાણેની વાત સાંભળી “અવનીપતિ રત્નરથ' અત્યંત હર્ષ પામ્યો. (૨૦)
થકો રાજા કહેવા લાગ્યો કે જે “કમલા' પટ્ટરાણીની વાત કરી તે તો મારી સગી બહેન કરી છે. ખરેખર ભાગ્યયોગે ભગિનીસુત આજે અમને મળ્યો અને અમારી મનની ભ્રાંતિ દૂર િથઈ ગઈ. (૨૧)
અહો ! અહો ! કર્મની કેવી લીલા છે ! કોનો કોનો સંયોગ ક્યાંયથી ગમે તેમ ક્યાં ક્યાં કરાવે છે. ભાગ્ય કેવા ખેલ ખેલાવે છે. ક્યાંક કોઈનો વિયોગ કરાવે છે, તો ક્યાંક ગમે ત્યાંથી પણ પોતપોતાના સંબંધીજનોનો સંયોગ પણ કરાવે છે. (૨૨)