________________
E 7 | શ્રી અપ્રકારી પૂજાનો રાસ
2 જ્યારે જીવ પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખમાં મગ્ન બને છે. ત્યારે તે અનાચારના રસ્તે કિત જતાં પણ અટકી શકતો નથી. તે શરમને પણ એકબાજુ મૂકે છે અને જેની સાથે સ્નેહતંતુથી ના બંધાય છે. તેની સાથે સ્નેહપાશને લીધે ખરાબ કામ પણ કરતા વિચાર કરતો નથી અર્થાત્ ખરાબ કૃત્ય આચરે છે. (૮)
વળી સ્નેહનું બંધન જ્યારે થાય છે ત્યારે જીવ મર્યાદા રાખી શકતો નથી અને શરમ ન કરી હોવાને કારણે ધર્મ-અધર્મને જીવ જાણતો નથી. સ્નેહથી આપણું કાર્ય નાશ પામે છે. માટે હે શ્રોતાજનો ! એહવું વિચારી તે મોહથી, સ્નેહથી, અકૃત્ય કરતાં અટકો.
એ પ્રમાણે કેવલી ભગવંત કહે છે કે જગતની અંદર મોટું કર્મ મોહનીયકર્મ છે જેની નિ ઉત્કૃષ્ટથી સીત્તેર ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણની સ્થિતિ છે અને આ મોહે બંધાયેલો જીવ
જીવનમાં અવનવા કર્મને બંધાવે છે. (૧૦) - વિવેચન : આઠ કર્મમાં મુખ્ય ભાગ ભજવનાર કોઈ હોય તો મોહનીયકર્મ છે. આ કે - મોહનીયકર્મને આઠેય કર્મનો રાજા કહેલો છે. આ મોહનીયકર્મ મદિરાપાન સરખુ છે. જેમ
કોઈ મદિરા પીધેલ માણસ જેમતેમ બડબડ કરે. આડો અવળો ફરે, અનાચાર સેવે અને જ
ગાંડપણ કર્યા કરે તેમ મોહનીયકર્મ બાંધેલ જીવ મુંઝાયા કરે અને આડાઅવળા અનેક કર્મ ને બાંધે અને અનંતો સંસાર વધારે છે. આ મોહનીયકર્મને દૂર કરવા ધર્મરાજાના શરણે જાવ દ અને કર્મથી મુક્ત થાવ.
વળી જ્ઞાની પુરુષ ફરમાવે છે કે આ જગતમાં સર્વ પદાર્થ ઉત્પન્ન થાય છે. સ્થિર રહે છે અને નાશ પણ પામે છે. આવા નાશવંત પદાર્થો આપણા ઉપયોગી નથી. એક જ શાશ્વત કાયમ ટકનારો પદાર્થ જો કોઈ હોય તો ધર્મ છે, જે ધર્મ વીતરાગ દેવે પ્રરૂપેલો છે. તે ધર્મને હે શ્રોતાજનો ! તમે ભાવપૂર્વક આરાધો. (૧૧)
તેમજ હે શ્રોતાજનો ! સર્વ પદાર્થ અનિત્ય છે. જેમ ઘાસના અગ્રભાગ પર રહેલું છે નિ પાણીનું બિંદુ લાંબો વખત ટકે નહિ. વળી ગગનમંડલને વિષે ચમકતી વીજળી પણ ક્ષણમાં
| બૂઝાઈ જાય છે. ધ્વજાપતાકા જેમાં ચંચળ છે, તેમ આપણું આયુષ્ય પણ અસ્થિર ક્ષણભંગુર ન છે. તેને તૂટતાં વાર લાગતી નથી.
આ શરીર પણ નાશવંત છે. ગમે તેટલા તેને સાચવવા ઉપાયો કરો પણ કરોડો ઉપાયે પણ તે (કાયા) સાચવી સચવાતી નથી અને નદીમાં પૂર આવે અને પાછું ઓસરી પણ જાય તેમ યૌવનરૂપી પૂર જોશમાં આવે છે અને જોતજોતામાં તે ક્ષણમાં વિલીન પણ થઈ જાય છે. (૧૩)