________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વિવેચન : આ કાયા એક કાચનો કુંભો છે. જેમ કાચને ફૂટતા વાર ન લાગે, તેમ આ કાયારૂપી કાચના કુંભાને ફૂટતાં વાર લાગતી નથી. માટે જ કાંતિવિજયજી મહારાજે સાયમાં લખ્યું છે
‘યે કાયા કાચકા કુંભા, નાહક તું દેખ કે ફૂલતાં, પલક મે ફૂટ જાવેગા, પતા જ્યું ડાલસે ગીરતા.’
રૂડી, રૂપાળી દેખાતી આ કાયામાં બહારથી સૌંદર્ય લાગે છે પણ અંદર દૃષ્ટિપાત કરશો તો જણાશે કે કાયા કેવી છે ? અશુચિનો ભંડાર છે. મલ-મૂત્રની ક્યારી છે. માંસ, અસ્થિ, લોહી, પરૂ આદિથી ભરેલી છે. તેનો જરાપણ કે શ્રોતાજનો ! મોહ ક૨શો નહિ. આ કાયા ગધેડાની જાત છે તે આપણી પાસે અવનવા પાપો કરાવે છે. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તે કાયા માટે, સારુ સારુ ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ. માલ, મલીદા આ કાયાને ખવડાવીએ છીએ. ષટ્સ ભોજન પણ કરાવીએ છીએ. સારા લક્ષ, નીલી, સેંડલશોપ, હમામ જેવા ભારે સાબુથી નવડાવીએ છીએ, મુલાયમ, ડનલોપના ગાદી-તકીયે સુવડાવીએ છીએ, સુંદર વસ્ત્રાભરણ દ્વારા કાયાને શણગારી ઠઠારા કરાવીએ છીએ. આ કાયા પર માખીને પણ બેસવા દેતા નથી. રોગ આવે તો તરત જ દવા દ્વારા દૂર કરીએ છીએ. કાયા જે જે માંગે તે તે તેને આપીએ છીએ. રાત-દિવસ પાળીએ પોષીયે છીએ, આમ ચોવીસે કલાક આ કાયાની માવજત કરીએ છીએ પણ હે શ્રોતાજનો ! યાદ રાખજો. આ કાયા ક્યારેય તમારી થઈ નથી. થવાની નથી. થશે પણ નહિ. તે કહે છે અંતે હું રાખમાં રોળાઈ જઈશ. પણ તારી સાથે આવીશ નહિ. તારી સાથે તો તેં બાંધેલા કર્મ અને પુણ્ય-પાપના ભારા આવશે માટે આ કાયાની માયા ન કરતા તેનો સંગ છોડી દો અને આ કાયા દ્વારા કુંભાર જેમ ગધેડાં પાસે કામ કરાવે તેમ તમે આ કાયારૂપી ગધેડાં પાસેથી તમારાં આત્માનું કામ કઢાવી, આત્મશ્રેય સાધી શાશ્વતસુખના ભોક્તા બનો !
વળી હે શ્રોતાજનો ! જેમ મૃગપતિ=(સિંહ) એક ફાળ મૂકે અને સર્વ હરણાંની દેખતાં કોઈ પણ હરણાંને પકડે છે અને મારે છે, તેમ કાળરૂપી સિંહ પણ સર્વ કુટુંબીઓની દેખતાં જીવને આયુષ્ય ખૂટે પકડે છે અને કોળિયો કરી જાય છે. (૧૪)
વળી જગતમાં જે જીવ મન-વચન-કાયાના ત્રિકરણ યોગે જેવું કર્મ બાંધે છે. તેવું કર્મનું ફળ તે જીવને ભોગવવું પડે છે. આ પ્રકારે કર્મનું અત્યંત જોર છે એમ શાસ્ત્રમાં જ્ઞાની પુરુષ કહી રહ્યા છે. જે જીવ જેવું કર્મ બાંધે તેવું તેને ભોગવવું પડે છે. (૧૫)
તેમજ કે શ્રોતાજનો ! કામવિકાર ઘણો જ વિરૂઓ છે. તે દેખાવથી સારો લાગે છે પરંતુ વિષ જેવો તેનો વિપાક છે. તેને તમે ઓળખો અને તે સુખને માટે તમે દશ દ્રષ્ટાંતે
૩૬૦