________________
I T | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. વળી સમકિતની સદુહણા એકમના થઈને ધારણ કરજો. સમકિતની શુદ્ધિ વિનાની ની બધી જ કરણી એકડાં વિનાના મીંડા બરાબર છે. (૧૦)
વળી જગમાં વહાલું કે વૈરી કોઈ જ નથી, જે જીવ સુખ-દુ:ખ પામે છે તે પોતાના કર્મનો દોષ છે. મનથી આ પ્રમાણે વિચારજો પણ કોઈ કોઈને દોષ આપતાં નહીં. (૧૧)
વળી મન - વચન અને કાયાના ત્રિવિધ યોગે જીવ જેવા પ્રકારના કર્મ બાંધે છે, તેવાં પ્રકારના ફલ જીવ પોતે પામે છે અને ભોગવે છે. (૧૨)
એ પ્રમાણેનો કેવલી ભગવંતનો ઉપદેશ સાંભળી પુનરપિ જિનને વાંદીને પૃથ્વીપતિ મનમોદે આનંદ સાથે કેવલી ભગવંતને પૂછવા લાગ્યો. કે (૧૩)
હે સ્વામી ! ધૂપસારકુમારે એવું તો શું પુણ્ય ઉપાર્જન કર્યું કે જેથી તેનું શરીર આવી ઉત્તમ પ્રકારની સુરભિ - સુગંધથી વાસિત થયું છે ? (૧૪)
વળી એવું તે કયું કર્મ કર્યું કે મેં તેના કોઈપણ પ્રકારના અપરાધ વિના ગર્વિષ્ઠ થઈને તેનું અંગ અશુચિથી ખરડાવ્યું તે સર્વ હકીકત કૃપા કરીને પ્રકાશો. (૧૫)
વળી ફરી એવો પુણ્યનો શું પ્રભાવ છે કે અશુચિ અંગે લગાવડાવી ત્યારે દેવ આવીને તેને સાનિધ્ય સહાય કરે છે ! તે સર્વ કૌતુકની નવી વાત હું આપને પૂછું છું. (૧૬)
તે આપ કૃપા કરીને કહો ! ત્યારે મુનિવર પણ કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! સાંભળ. આ ભવથી પાછલા ત્રીજા ભવમાં “ધૂપસાર' કુમારે કલ્યાણકારી એવી જિનેશ્વરદેવની પૂજા કરી છે. (૧૭)
જિનેશ્વરદેવની આગળ “ધૂપસાર' કુમારે નિશ્ચલ ચિત્તથી ભાવના ભલી પરે ભાવી, ધૂપની પૂજા કરી તે ધ્યાનમાં અડગ રહ્યો હતો. (૧૮)
તે કારણથી ધૂપસારકુમારનો દેહ સુગંધી થયો છે અને જિનપૂજાના પુણ્યપ્રભાવથી દિ સુંદર રૂપને પામ્યો અને તે જ પુણ્યના પ્રભાવે મનોહર એવો તે દેવતાઓ વડે પૂજય બન્યો | છે. (૧૯)
વળી દેવ અને મનુષ્યના ત્રણ ત્રણ ભવ કરી અંતે સંયમ ગ્રહણ કરી સાતમે ભવે તે સિદ્ધ થશે. (૨૦)
વળી હે રાજન્!આ ભવથી પાછળના ત્રીજા ભવમાં એ તાહરો પુત્ર હતો, એમ કહી પોતનપુર - નગરી આદિથી માંડીને સઘળી વાત કેવલી ભગવંતે પૂર્ણચંદ્રરાજાને કહી સંભળાવી. (૨૧)
વળી એ તારો પુત્ર ત્રીજા ભવમાં તારી સાથે યુદ્ધ ચઢ્યો હતો અને તને જીતીને રણમાં કરી સેવકોને કહ્યું હતું કે, એને દાહજવર થયો છે, તો ચંદનનું વિલેપન ન કરતાં અશુચિથી છે