________________
છે ..
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અનુક્રમે ચાલતાં વનખંડના આવાસ નજીક આવ્યા. રાજા રાણી બને મનમાં ઉલ્લાસ પામ્યા. ભૂપતિએ પોતાની ભામિનીને જોઈ અને ભામિનીએ પોતાના નાથને નિરખ્યાં. વિયોગ બંનેનો દૂર ટળ્યો અને દુઃખનો દાવાનલ શાંત થયો. (૨૬, ૨૭)
ભૂગલ ભેરી વાજતે છતે, મંગલ ગીતો ગવાતે છતે, ગજપર આરૂઢ થઈ રાજા-રાણી નગરી તરફ ચાલ્યાં. અનુક્રમે રાજમંદિરે આવ્યાં અને અપાર ઉત્સવ થવા લાગ્યાં. ઘર ઘર ગુડી ઉછળવા લાગી. સહુ નર અને નાર હર્ષિત થયા. (૨૮, ૨૯)
એ અવસરે એક સુંદર વધામણી આવી કે મનોરમ નામના ઉદ્યાનમાં “અમરતેજ વી નામના અણગારને લોકાલોકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (૩૦)
આ વધામણી સાંભળી રાજા હર્ષિત થયો અને તે વાત “મદનાવલી' ને જણાવી. રાણી રાજાને કહેવા લાગી અહો ! આજે મોટો મહોત્સવ થયો કે આવી સુંદર વધામણી આવી. (૩૧)
વધામણીયાને વધામણી આપી. રાજા-રાણી તૈયાર થઈ પ્રેમપૂર્વક કેવલી ભગવંતને વાંદવા ચાલ્યા. એ પ્રમાણે ચૌદમી ઢાળ ઉદયરત્નજી મહારાજ કહે છે હે ભવ્યજનો ! તમે સાવધાન થઈ સાંભળો. (૩૨)