________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ પંદરમી
|| દોહા ।।
ઉલ્લસિત, ચિત્ત આનંદભર, રાણી સાથે લેહ; નરપતિ બહુ નરનારી શું, પહોંત્યો વંદન તેહ. ૧ આવી તે ઉધાનમાં, પ્રણમી મુનિના પાય; જયણાં શું જુગતે કરી, સહુ બેઠાં તિણે ઠાય. ૨ પરષદ આગલ પ્રેમશું, કેવળી કહે ઉપદેશ; સાંભળતાં સંસારના, છૂટે કોડી કલેશ. ૩ ભાવાર્થ : ઉલ્લસિત ચિત્તથી અને આનંદસભર હૃદયથી યુક્ત સિંહધ્વજરાજા રાણીને તથા નગરજન નરનારી આદિ પરિવારને સાથે લઈ વંદન ક૨વા માટે પહોંચ્યો. (૧)
તે મનોરમ નામના ઉદ્યાનમાં આવી પ્રેમપૂર્વક મુનિના ચરણ-કમલને વિષે પ્રણામ કરી જયણાપૂર્વક રાજા-રાણી સહિત સહુ નરનારી ત્યાં નીચે બેઠાં. (૨)
ત્યારબાદ પરષદા આગળ કેવલી એવા અમરતેજ અણગાર ઉપદેશ આપવા લાગ્યાં. તે ઉપદેશ સાંભળતાં સાંભળનારના સંસારના ક્રોડો ફ્લેશો નાશ પામે છે અને અનાદિ સંચિત પાપ-કર્મો પણ બળીને ભસ્મીભૂત થાય છે.
– તેવી કેવલી ભગવંતની વાણી સહુ સાંભળી રહ્યા છે. (૩)
(રાગ : સામેરી મલ્હાર પ્રભુ તુજ શાસન અતિ ભલું - એ દેશી) કરૂણા રસમાં કેવલી, અમૃત સમ કહે વાણી રે; માનવનો ભવ દોહિલો, પ્રીછો તમે ઈમ જાણી રે. ૧ મૂકો મોહ વિટંબણા, મોહે મન બંધાય રે; મોહ વિશુદ્ધા માનવી, મૂઆ મુગતિ ન જાય રે. મૂકો ૨ મોહે મરૂદેવા સહી, બે આંખે થયા અંધ રે; જગમાં જીવને જોવતાં, મોહનો મોટો બંધ રે. મૂકો૦ ૩ આષાઢાદિક મુનિવરુ, મોહે મહાવ્રત ખંડી રે; ચરમશરીરી ચિત્ત થકી, મૂકીને ઘર મંડી રે. મૂકો મોહની કરમના જોરથી, જીવ ભમે જગમાંહિ રે; આઠ કરમમાં અગ્રેસરી, મોહનીય કહેવાય રે. મૂકો ૫
૪
૮૪