________________
SSSS
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
SSS S SS આગારિક અણગારનો, ધર્મ કહો વીતરાગે રે; સમકિત વંત સુધર્મીને, મોહે લંછન લાગે રે. મૂકો. ૬ માત-પિતા સુત કામિની, રાજલીલા સુખ સાજો રે; મમતા મેહલો તેહની, સારો આતમ કાજ રે. મૂકો. ૭ ઈત્યાદિક ઉપદેશથી, પામીને પ્રતિબોધો રે; અણુવ્રતાદિક આદરે, કરતા કરમને સોધો રે. મૂકો. ૮ મદનાવલી મન મોદશે, પૂછે પ્રસ્તાવ પેખી રે; કહો સ્વામી કોણ કીરતે, દયા કરી દીન દેખી રે.
જો જો મોહ વિટંબણા. ૯ કેવલી કહે પૂછ્યા પછી, ત્રીજે ભવે પતિ તારો રે; સુરલોકથી આવી તુને, તેણે કર્યો ઉપગારો રે. જોજો. ૧૦ જિનના મુખથી જાણીને, પૂરવ ભવ સંકેતો રે; તુજને પ્રતિબોધી તેણે, વ્યાધિ વિનાશ હતો રે. જો૦ ૧૧ મદનાવલી પૂછે વલી, કહો સ્વામી તે દેવો રે; એ સુરની પરષદમાંહિ, સંપ્રતિ છે પ્રભુ હેવો રે. જો ૧૨ જિન કહે એ બેઠો ઈહાં, જેણે કીધો ઉપગારો રે; શુકરૂપી સુરગતિ ભવે, ભદ્ર તુજ ભરતારો રે. જો૦ ૧૩ કેવલી વચને ઓળખી, પૂરવનો પતિ જાણી રે; ઉપગારી તે અમરને, મદનાવલી કહે વાણી રે. જો૦ ૧૪ પૂરવને પ્રેમે તુમે, પ્રતિબોધી હું અનાથો રે; ' ગુણ ઓશિંગણ તુમ તણા, હું કિહાં થાઈશ હાથો રે. જો૦ ૧૫ સુર કહે વિધાધર કુલે, ઉપજીશ હું અભિરામ રે; આજ થકી દિન સાતમે, ચવી વૈતાઢ્ય સુઠામ રે. જે. ૧૬ ત્યારે તમે પ્રતિબોધજો, પ્રભુપકાર કરે જો રે; સૂવું સમકિત આપીને; અવસરે લાહો લેજે રે. જો ૧૦ મદનાવલી કહે જો મુને, હોસ્ટે તિણે સમે જ્ઞાનો રે; . તો તમને પ્રતિબોધીને, આપીશ સમકિત દાનો રે. જો૦ ૧૮