SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ S TD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સુરલોકે સુર તે ગયો, મદનાવલી મન મોહે રે; કરજોડી કહે કંતને, વારુ વચન વિનોદે રે. જો. ૧૯ સુરલોકના સુખ ભોગવ્યાં, જગતીમાં તુમ જોગે રે; ભોગ અનંતા ભોગવ્યાં, તૂમ થઈ છું ભોગે રે. જો૦ ૨૦ કાલ અનંત અનાદિનો, જીવ પડ્યો જંજાલો રે; સંયોગના સંબંધથી, અવતાર જાયે આલો રે. ૦ ૨૧ તે માટે પ્રભુજી તુમે, આજ્ઞા જો મુજ આપો રે; સંયમ લેઉં તો સહી, વિષયનો મૂકી પાપો રે. ૦ ૨૨ નૃપ કહે સુણો ગતિનિધિ પરે, પામી પુય સંયોગ રે; પછે કહો કુણ પરિહરે, પ્રીછો બુદ્ધિ પ્રયોગે રે. જો૦ ૨૩ સ્વામી એહ સંસારમાં, સગપણનો શો બંધ રે; સંયોગ તિહાં વિયોગ છે, ધર્મ વિના સવિ બંધ રે. જો૦ ૨૪ આવે જાવે એકલો, બીજો નહિ કો બેલો રે; અંતરમતિ આલોચીને, મનથી માયા મેલો રે મૂકો મોહ વિટંબણા. ૨૫ મહિપતિ માયાને વશે, નિર્ભર નેહ પ્રભાવે રે; હા ના ન કહે મુખ થકી, સમરસ ભાવિ ભાવે રે. મૂકો. ૨૬ ઈમ ઉપદેશ દેઈ ઘણો, પ્રતિબોધી ભરતારો રે; મદનાવલી મુનિવર કને, લિયે સંચમ ભારો રે. મૂકો. ૨૭ નરપતિ નયણે જલ ભરી, સર્વ સાધુને વંદી રે; મદનાવલી આર્યા પ્રત્યે, અનુક્રમે વંદે આનંદી રે. મૂકો. ૨૮ પુનરપિ દેશના સાંભળી, શ્રમણોપાસક વારુ રે; સિંહધ્વજ રાજા થયો, જીવાજીવનો ધારુ રે. મૂકો. ૨૯ વંદીને મંદિર વળ્યો, કેવલી કીધ વિહારો રે; ગુરુણી સાથે મદનાવલી, વિહાર કરે તેણી વારો રે. મૂકો. ૩૦ વિચરે દેશ વિદેશ તે, મૂકી માયા જાળો રે; ઉદયરત્ન કહે સાંભળો, ઢળતી પંદર ટાલો રે. મૂકો. ૩૧
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy