________________
| શ્રી અશ્મકારી પૂજાનો રાસ
1 33 રોષ ભરે રાજાના પુરુષ તે, અનેક કરી ઉપાયજી; બોલાવે પણ મુનિ બોલે નહિ, હા - ના ન કહી કાંયાજી. ક૦ ૨ દુર્વચને કરીને દુષ્ટ તે, મુનિપતિને કહે હેવોજી; અંત સમય જાણી સંભારજે, જે હુએ તુજ ઈષ્ટ દેવોજી. ક૦ ઈમ કહીને તે અણગારને, ગળે ઘાલી પાશોજી; તરૂવરની શાખાયે બાંધીને, તાણે જબ તે તાશોજી. જોર કરીને પાશ તે ખેંચતાં, સુટી ગયો તેણી વારોજી; તો પણ મુનિવર નિશ્ચલ ધ્યાનથી, ન ખસ્યા આપ લગારજી. ક. ૫ બીજી ત્રીજી વાર તે ફરી ફરી, ગળે પાશો દેવેજી;
વળી વળી પાશો તે ધ્યાન તણે બળે, ગુટી જાયે તતખેવજી. કરી. યમ રૂપી તે દુષ્ટ રોષાતુર, શૂલીયે આરોહેજી;
પણ પરીષહ પામી સમતા રસે, સાધુજી તે સોહે જી. તે વનની દેવી તેણે સમે, તૂઠી મુનિગણ દયાને જી; કનક મણિમય સિંહાસન કરે, શૂલી ઉપર શુભ વાને જી. સાધુને શૈલી ઉપરે ધરી, જિમ જિમ દુષ્ટ તે જોરજી; ક્રોધ તણે બળે મેચ થકા, કરે ઉપસર્ગ તે ઘોરજી. ક0 તિમ તિમ મુનિવર શુભ ધ્યાને ચડ્યા, નિજ આતમને નિદેજી; નિશ્ચલ ચિત્તને સમતાને યોગે, પૂરવ કર્મ નિકંદે જી. ક૦ નિર્મળ શુકલધ્યાન તણે બળે, આણ્યો કર્મનો અંતોજી; ક્ષમાયે પામ્યા મુનિવર સહી, કેવલજ્ઞાન મહંતોજી. ક૦ ૧૧ ચુંમોતેરમી ટાળે ત્રિવિધ કરી, ઉદયરતન એમ ભાખે; તેહને માહરી હો વંદના, જે મન નિશ્ચલ રાખે છે. ક૦ ૧૨
ભાવાર્થ ચંદ્ર નવેસરના હુકમથી મુનિવરને ફાંસીની સજા કરવા રાજસેવકો આવ્યા છે પરંતુ સમતાસાગર મુનિવર ઉપસર્ગથી જરા પણ ચલાયમાન થયા નહિ. મેરૂ પર્વત જેમ ચલાયમાન ન થાય તેમ મુનિવર મરણાંત પરિષહ હોવા છતાં ધ્યાનને ચૂકતાં નથી અને મુનિવર પોતાનાં કર્મનો નાશ કરે છે. (૧)
રોષાતુર થયેલાં રાજાના પુરુષો અનેક પ્રયત્નો કરે છે અને વિવિધ પ્રકારે બોલાવે છે KB છતાં બોલતાં નથી અને હા - ના કશુંય કહેતાં નથી. (૨)