________________
છે : શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તેથી ખરાબ વચનો બોલવા દ્વારા સેવકો અણગારને હવે કહેવા લાગ્યાં કે, હે મુનિ ! જો તું સાંભળ ! હવે તારો અંત સમય નજીક આવ્યો છે એમ જાણીને જે તારા ઈષ્ટદેવ છે તેનું તું ધ્યાન ધરી લે. ! (૩)
એ પ્રમાણે કહીને મુનિવરના ગળામાં ફાંસો નાંખ્યો અને વૃક્ષની શાખા સાથે મજબુત તે બાંધે છે અને અત્યંત જોર કરીને તે પાશાને ખેંચે છે. (૪)
હવે તે ફાંસાને અત્યંત જોરથી ખેંચે છે તો પણ મુનિવર જરાં પણ પોતાના ધ્યાનથી ચલાયમાન થતાં નથી એટલું જ નહિ આઘા પાછા પણ થતાં નથી છતાં ગળાનો ફાંસો તૂટી જાય છે. (૫)
રાજપુરુષો વારંવાર તે ફાંસો મુનિવરના ગળામાં નાખે છે. છતાં પણ મુનિવરના અડગ ધ્યાનના પ્રતાપે તત્ક્ષણ તે ફાંસો તૂટી જાય છે. (૬)
પરંતુ જમરૂપી તે સેવકો ફરીવાર શૂળીયે ચઢાવે છે. છતાં પરિષદને સહન કરતાં સમતારસમાં ઝીલતાં મુનિવર અત્યંત શોભી રહ્યા છે. (૭)
ખરેખર તે જ ક્ષમાશ્રમણ કહેવાય છે કે જે મુનિવરો મરણાંત કષ્ટ આવવા છતાં ઉપશમરસમાં ઝીલે છે પરંતુ શક્તિ હોવા છતાં કોઈનો પણ સામનો કરતાં નથી તે જ સાચા અર્થમાં શાસનના શણગાર એવા અણગાર કહેવાય છે. - હવે તે મુનિવરના શુભધ્યાનના બળે તેમની અજબ સમતાને જોઈને તે વનની દેવી મુનિવર પ્રત્યે તુષ્ઠમાન થઈ અને શૂળીને બદલે તે સ્થાને સુવર્ણમય અને મણિમય સિંહાસન | કરે છે. (૮)
અને રાજપુરુષો મુનિવરને ભૂલી ઉપર ચઢાવે છે અને તે દુષ્ટો જેમ જેમ જોર કરે છે | તેમ તેમ ફાંસો તૂટે છે અને ક્રોધાતુર તેઓ મુનિવરને અત્યંત ઘોર ઉપસર્ગ કરે છે. (૯) ,
તેમ તેમ મુનિવર શુભ ધ્યાને ચડે છે. પોતાના આત્માને નિંદે છે યાને પોતે કરેલ | દુષ્કૃતની નિંદા કરે છે અને સ્થિર મનથી સમતાના બળે પૂર્વકૃત કર્મનો નાશ કરે છે. (૧૦)
એ પ્રમાણે નિર્મલ ધ્યાનના યોગે મુનિવરે કર્મનો અંત કર્યો અને ક્ષમારૂપી શસ્ત્ર વડે | મુનિવરે ઘનઘાતી ચાર કર્મનો અંત આણ્યો અને કેવલજ્ઞાનની મહાનલક્ષ્મીને પામ્યાં. (૧૧)
એ પ્રમાણે ચુમોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ મન-વચન-કાયાના ત્રિવિધ યોગે કહી રહ્યા છે કે જે મુનિવરો મરણાંત ઘોર ઉપસર્ગોમાં પણ સમતારસમાં ઝીલે છે અને ધ્યાનથી ચલાયમાન થતાં નથી તે શાસનના શણગાર મુનિવરોને મારી વંદના હોજો. (૧૨)
ઈતિ ૭૪મી ઢાળ સમાપ્ત