________________
. . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
SSC ઢાળ ચોથી
| દોહા ! પિતાતણો પરથમ થયો, વરસ બાર વિયોગ; મન ચાહતું મિલવા ભણી સોચ મિલ્યો સંજોગ. ૧ અતિ હરખે નૃપ અલજ્યો સાથે લેઈ પરિવાર; વંદન આવ્યો વેગશું ત્રાદ્ધિ તણો વિસ્તાર. ૨ સાધુ અને વળી કેવળી ત્રીજી તાતનો નેહ; વિધિશું વંદે લળી લળી ત્રણ પ્રદક્ષિણા દેહ. ૩ સહુ નરનારી સાધુના, પ્રણમી ભાવે પાય; બેઠાં બે કર જોડીને નીરખી નિરવધ થાય. ૪ એક મને આળસ ત્યજી બેઠી પરષદ જ્યાંય;
ઉપદેશ દિયે તવ કેવળી તિણે અવસર તિણ થાય. ૫ ભાવાર્થ શ્રી વિજયચંદ્ર કેવલી કુસુમપુર નગરે પધાર્યા છે અને હરિચંદ્ર રાજવી આનંદિત થી થાય છે અને વિચારે છે મારે બાર વર્ષથી પિતાનો વિયોગ થયેલો મને મળવા માટે આતુર $ થયેલું હતું તેવામાં કેવલી એવા પિતા-મુનિ આજ મારા ભાગ્યયોગે અહિં પધાર્યા છે. ખરેખર ના હું જેને મળવા ઈચ્છતો હતો તેનો સંયોગ મને સામે ચડીને મલ્યો છે. (૧)
ત્યારબાદ રાજવી હરિચંદ્ર અતિ હર્ષથી પરિવાર સાથે લઈ ઋદ્ધિ અનુસાર સામૈયાનો વિસ્તાર કરી ઉતાવળો પિતામુનિને વંદન કરવા આવ્યો. (૨)
એકતો સાધુ ભગવંત અને પાછા કેવલી અને ત્રીજા મારા ઉપકારી તાત આમ ત્રિવેણી Rી સંગમની જેમ ત્રણ સંબંધને વિચારતો રાજવી વિધિ સહિત ત્રણ પ્રદક્ષિણા દઈ નમી નમી | વંદન કરે છે. (૩) | રાજ્ય પરિવારના સર્વે નરનારીઓ પણ ભાવપૂર્વક પ્રણામ કરી નિરવદ્ય ભૂમિ જોઈ , કેવલી ભગવંત સન્મુખ કરજોડીને બેઠા. (૪) - રાજા - નર - નારી વિગેરે મનથી આળસ ત્યજીને જ્યાં કેવલી ભગવંત સન્મુખ પર્ષદા | રૂપે બેઠાં ત્યાં તે અવસરે અને તે સ્થાને શ્રી વિજયચંદ્ર કેવલી ઉપદેશ આપવા લાગ્યા. (૫)