________________
INSTITUTION શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
SS S SS (સંભવ જિનવર વિનતી) ઈમ ઊપદેશે કેવળી, શ્રોતાજી સહુ સુણજો રે; કિંપાકના ફળની પરે, સંસારી સુખ ગણજો રે. ઈમ૦ ૧ વિષ સમ વિષયને કારણે કાં માનવ ભવ હારો રે; વિષય થકી રહો વેગળા તો નિજ આતમ તારો રે. ઈમ- ૨ સુમને બાદર સહી આતમ લે અવતારો રે; નિગોદ અને નરકે વસ્યો અનંત અનંતી વારો રે. ઈમ. ૩ જગમાંહી એક જીવડો અવસર્પિણી કાળ અનંતો રે; જનમ મરણ દુઃખ ભોગવે ભવ ચક્રવાલ ભમતો રે. ઈમ. ૪ મનુષ્યના સાસોસાસમાં નિગોદમાંહિ નિરધારો રે; વળીય મરી વળી અવતરે સાડા સત્તર વારો રે. ઈમ પૃથવી પાણી તેઉમાં વાઉ વણસ્સઈમાં જાય રે; કાળ અસંખ્યાતો રહે એ પાંચ થાવર માંહા રે. ઈમ૦ ૬ કિહાં થકી જીવ ઉપન્યો એહ સંદેહ મન આણીરે; જઈ પૂછે જિનરાજને ભાવે કોઈ ભવિ પ્રાણી રે. ઈમ- ૭ નવ વરસના કેવલી એ આદિ વિમાસી રે; વરસ વહી જાએ વચે પૂરવ લાખ ચોરાશી રે. ઈમ૮ સમય સમય પ્રત્યે સહી ભવ અનંતા ભાળે રે; તો પણ પાર પામે નહિ, અનંત ભવ અંતરાળે રે. ઈમ. ૯ જાતિ યોનિ કુલ ઠામમાં વાર અનંતી વસીયો રે; સૂઈ અગ્ર સમ ચૌદરાજમાં, કામ નથી અણફરસ્યો રે. ઈમ૦ ૧૦ સગપણની સંખ્યા નહી એકેંદ્રિયાદિક માંહિ રે; સવિ સંસારી જીવશું અનંત અનંતી ત્યાંહિ રે. ઈમ. ૧૧ ઈમ પ્રાણી પામ્યો સહી ઉંચનીચ અવતાર રે; પુણ્ય અને પાપે કરી સુખ દુઃખ લહી સંસાર રે. ઈમ૧૨