________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
રા
રા
માંગ્યું જો આપો મુને રે, સૂડી કહે સુણો સ્વામ રે. રા૦ શુકને છોડો જીવતો રે, નથી બીજું મુજ કામ રે. રા૦ ૧૩ રાજા પ્રતિ રાણી ભણે રે, આપો એહનો કંત રે. રા૦ ભોજન આપો ભાવતાં રે, નિત્ય પ્રત્યે ગુણવંત રે, રા૦ ૧૪ બંધનથી શુક છોડીને રે, રંગે કહે રાજાન રે. જિહાં મન માને આપણું રે, તિહાં વિચરો વન ઉધાન રે. રા૦ ૧૫ તંદુલ દ્રોણના માપથી રે, રક્ષકને કહે રાય રે. એ શુકયુગલને આપજો રે, ક્ષેત્ર થકી ઉચ્છાંહી રે. રા૦ ૧૬ પ્રસાદ પામી ભૂપનો રે, તે શુક યુગ્મ અવિલંબ રે. રા૦ અંબર પંથે ઉડીને રે, આવ્યા જિહાં નિજ અંબ રે. રા૦ ૧૭ સુખે સમાઘે તે રહે રે, સુણ હરિચંદ્ર ભૂપાલ રે. રા૦ ઉદયરત્ન કહે સાંભળો રે, એ કહી ત્રીસમી ઢાળ રે. રા૦ ૧૮ પંખિણી મહાસુખ પામી; તુમે શ્રોતા સુણો ઉજમાલ રે, પં. આગલ કહું વાત. રસાલ રે. પં. ૧૯
ભાવાર્થ : એ પ્રમાણે સૂડી શ્રીકાંતરાજાને કહી રહી છે. હે ગુણાનુરાગી રાજન્ ! સાંભળો. તમે ચતુર છો, તુમે અગણિત ગુણના ભંડારી છો. તમે મોહના બંધનને જુવો ! તાપસીએ સંજીવની મૂળીનો નાસ દીધો. (૧)
અને તે મૂલીના પ્રભાવથી ‘શ્રીદેવી’ સહુની સાક્ષીએ તમારા જીવિતની અભિલાષાથી તે આલસ મોડીને ઉઠી. (૨)
પુરજન સર્વે તે દેખીને ૫૨મ ઉલ્લાસને પામ્યાં અને અનુક્રમે માંગલિક વાજિંત્રો બજાવતા સહુ રાજભવનને વિષે આવ્યા. (૩)
અને હે રાજન્ ! તમે તાપસીને કહ્યું કે તમે જે કહો તે કામ કરી આપું. વળી જે માંગો તે તમને આપું ત્યારે તે તાપસી ફ૨ીવા૨ બોલી કે - (૪)
હે રાજન્ ! સાંભળ તારા રાજ્યમાં હું પરમ આનંદને પામું છું. તેથી હે ગુણવંતા ! રાજન્ મારે બીજું કશું જ કામ નથી. (૫)
૧૭૩