________________
SS SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
S ; ખરેખર સુખમાં તો સહુકોઈ સગુ થતું હોય છે પણ દુઃખના સમયે કોઈ સામું જોતું . નથી. સાચા સ્વજન તે કહેવાય કે, જે સુખમાં કે દુઃખમાં બધે જ સહાય કરે અને અવસર આવે પોતાના પ્રાણ આપવા પણ તૈયાર થાય. (૫). - ત્યારબાદ હર્ષિતવદને આનંદપૂર્વક રતિસુંદરી કહેવા લાગી કે, હે મંત્રીશ્વર ! સાંભળો અવનીપતિને બચાવવા હું મારું શરીર, મારૂં અંગ ઉતારી આપવા તૈયાર છું. (૬)
જો આપણે પતિના સુખમાં સુખી ન થઈએ અને તેમના દુઃખે દુઃખી ન થઈએ અને અવસર પ્રાપ્ત થયે જો મરવા તૈયાર ન થઈએ તો તેવું જીવન પણ શા કામનું ! માટે મારું જીવન હોમતાં જો મહારાજા જીવંત થતાં હોય તો તેમાં મને મોટો લાભ જ થશે ! (૭)
(રાગ : રામગિરિ : આખ્યાનની દેશી) ગોખને હેઠે અગ્નિકુંડજી, વેગે કરાવો વારુ પ્રચંડ જી. રતિરાણીની ઈમ સુણી વાણીજી, મનમાં હરખ્યો મંત્રી ગુણખાણીજી. બુટક ગુણ જાણી ગેલે ગોખ હેઠ, કુંડ કર્યો તતકાલ,
અગર ચંદન કાષ્ઠ પૂરી, નામી વૃતની નાલ, વિકરાલ ઝાળ વિલોલ માલા, અનલ પસર્યો જામ,
લોક તિહાં લાખો ગમે, જોવા મલ્યા બહુ તા. ૧ ઢાળઃ શશિવયણી સજી શૃંગારજી, તિહાં આવી જિહાં ભરતારજી,
પાય નમીને પદમીની ભાણેજી, કોમલ વચને સહુની સાખેજી ગુટકઃ સહુ તણી સાખે સુંદરી તે, કંતને કહે ગહગહી;
અંગ માહર ઉતારું છું, સ્વામી તુમ ઉપરે સહી, ભદ્રે ! તજે કાં જીવ જોને, જ્ઞાન મન સાથે ધરી,
સુખદુઃખ સરજ્યા પામી, લિખ્યું મટે નહિ સુંદરી. ૨ ઢાળ: કર્મ ન છૂટું હું તુજ સાટેજી, પ્રાણ તજે કાં મુજ માટેજી,
રતિસુંદરી કહે શિર નામીજી, સફલ થશે જીવિત મુજ સ્વામીજી, ગુટકઃ જીવિત માહરું સફળ થાશે, તુમ ઉપર ઉતારતાં,
કરી પ્રણામ તે થઈ તત્પર, કામિની નૃપ વારતા, કાયાં ઉતારી કંત ઉપરે, લોક સહુ જોવા મલ્યા, શોક્ય સહાળી થઈ ઝાંખી, ગર્વ સર્વેના ગયા. ૩