________________
SI,
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) રાજાશું રાણી હવે, દેશવિરતિ મુનિ પાસે રે, સમકિત મૂલ આદિ લહી, ઉચ્ચરીને ઉલ્લાસે રે. સાધુo ૬ મુનિને વંદી નિજ મંદિરે, આવ્યા રાય ને રાણી રે, વિહાર કરે વસુધાતલે, મુનિવર તે લાભ જાણી રે. સાધુ) ૭ જો જો જિનપૂજા થકી, સુરનરના સુખ દીઠાં રે, સવરથ સુખ ભોગવી, શિવસુખ લહેશે મીઠાં રે. સાધુ ૮ વળી સા દેવી નિશા સમે, રાણી પ્રત્યે કહે હેતે રે, જૈન ધર્મ તે આદર્યો, શુભમતિ મન સંકેતે રે. જોજો. ૯ હું પણ હવે ચવી ઈહાં, શેઠ સાગરદત્ત પુત્રી રે, થઈશ તું પ્રતિબોધજે, વાત પડે જેમ સૂણી રે જોજો૦ ૧૦ ઈમ કહી તે દેવી ગઈ, અનુક્રમે આયુ ખપાવી રે, સાગરદાને મંદિરે, સુલસા કૂખે આવી રે. જોજો૧૧ પુત્રીપણે તે ઉપની, સુદર્શના નામે વારુ રે, યોવન પામી અનુક્રમે, દીપે કાંતિ દીદારુ રે.જોજે ૧૨ એકદિન જિનભવને હવે, રાણીએ દીઠી તેહોરે, પૂરવ પ્રેમે કરી, નીરખી જાગ્યો નેહો રે.જોજો. ૧૩ કનકમાલા કહે તદા, તે જિનમંદિર એહો રે, પૂરવે આપણ બે સખી, દીવો કરતા તેહો રે. જોજે. ૧૪ ઈમ સાંભળીને સુદર્શના, જાતિસ્મરણ પામી રે, કંઠાલિંગન દઈને, એમ વદે શિર નામી રે.જોજો. ૧૫ પ્રતિબોધી અને તમે, એ મોટો ઉપગારો રે, માંહોમાંહી તે બે મળી, પામી હરખ અપારો રે.જોજો. ૧૬ અનુક્રમે આયુ પૂરી બંને, સમકિત શુદ્ધ આરાધી રે, સરવારથ સુરવર પણે, ઉત્તમ પદવી લાધી રે.જોજો. ૧૭ તિહાંથી ચવી નરભવ લહી, લેઈ સંચમ ભારો રે, કર્મ ખપી બે જીવ તે, મુગતિ ગયા નિરધારો રે.જોજો. ૧૮