________________
Sછે
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ.. ઢાળ ઓગણપચાસમી
|દોહા | સુણ ભદ્ર મુનિવર વદે, મેદાપુરે શુભ કામ; સખી કુંતી બે પૂર, જિનમતિ ધનશ્રી નામ. ૧ જિનાર દીપ પ્રસાદથી, દોય ગઈ દેવલોગ; ધનશ્રી ચવી પટરાગિની, તું થઈ પુણ્ય સંયોગ. ૨ જિનમતિ નામે જે સખી, તે દેવી નિત્ય આય;
પ્રતિબોધે તુજને સદા, સખીપણું ચિત્ત લાય. ૩ ભાવાર્થ : કનકમાલાનો પ્રશ્ન સાંભળીને જ્ઞાની મુનિવર કહેવા લાગ્યાં કે, હે ભદ્રે ! | સાંભળ. મેઘપુરનગરમાં પૂર્વે જિનમતિ અને ધનશ્રી નામની બે સખીયો હતી. (૧)
તે બે સખીયો જિનમંદિરે હંમેશા પ્રભુ સન્મુખ દીપકપૂજા કરતી હતી. તેના પ્રભાવથી દિન તે બંને દેવલોકે ઉત્પન્ન થઈ. તેમાં જે ધનશ્રી હતી તે પુણ્ય સંયોગે દેવલોકથી ચવીને તું કનકમાલા પટ્ટરાણી થઈ છે. (૨)
અને તારી સખી જે જિનમતિ હતી તે દેવી સ્વરૂપે સખીપણાના પ્રેમથી મધ્યરાત્રીએ આવીને હંમેશા તને પ્રતિબોધ પમાડે છે. (૩)
| (આચારજ ત્રીજે પદે નમિયે જે ગચ્છ ધોરી રે- એ દેશી) તે દેવી તિહાં થકી ચવી, ઉપજશે ઈહાં આવી રે, સખી થાશે તાહરી, એ છે પદારથ ભાવી રે. સાધુ૦ ૧ સાધુ કહે સુણ શ્રાવિકા, અનુક્રમે આયુ બે પૂરી રે, સર્વારથ સિદ્ધ તુમે, લહેશ્યો બદ્ધિ સતૂરી રે. સાધુ૦ ૨ તિહાંથી ચાવી માનવપણે, અવતરીને એકવારો રે, કર્મ ખપી તુમે બે જણી, મુગતિ જાણ્યો નિરધારો રે. સાધુ૦ ૩ સાંભળી પૂરવની કથા, મુનિવચને પટ્ટરાણી રે, જાતિસ્મરણ પામી તદા, સંબંધ સાચો જાણી રે. સાધુ) ૪ " રાણી કહે સુણો સાધુજી, સત્ય કહો વિરતંત રે, જાતિસ્મરણ જ્ઞાને કરી, મેં પણ જાણ્યો તંત રે. સાધુ ૫