________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ધૂપ દ્વારા જિનવરની ભક્તિ કરતાં જેમ ગુણવંત વિનયંધર સૂરનર સર્વને પૂજનીક થયો. (૬)
વળી તે વિનયંધર સાતમે ભવે સિદ્ધિગતિને પામ્યો તેહનો અધિકાર કેવલી વિજયચંદ્રે હરિચંદ્ર રાજાને કહેવા માંડ્યો. હે ભવ્યો ! તેનું દૃષ્ટાંત હવે આદિથી અંત સુધી ધ્યાન દઈને સાંભળો. (૭)
(સુપાસ સોહામણા એ દેશી)
પોતનપુર વર રાજિયો રે, વજ્રસિંહ બલવાન નરેસર સાંભળો; મતંગ રિપુમદ ગંજવા રે, ઉદ્ધત સિંહ સમાન નરેસર. ૧ સર્વ અંતેઉરીમાં સહી રે, મનોહર માનીની દોય. નરેસર૦ કમલા - વિમલા કામિની રે, સતીય શિરોમણી સોય. નરેસર૦ ૨ પંચ વિષય સુખ ભોગવે રે, પામી પુણ્ય સંયોગ. નરેસર૦ ભૂપતિ તેહશું ભીનો રહે રે, ભોગવતો સુખભોગ. નરેસર૦ ૩ પ્રમદા પુન્ય થકી હવી રે, સાથે સગર્ભા દોય. નરેસર૦ પૂરણ માસે પુત્રને રે, સાથે પ્રસવી સોય. નરેસર૦ ૪ જનમ યોગે જનકે તદા રે, ઉત્સવ કરી અભિરામ. નરેસર૦ કમલ વિમલ દોય કુમરનારે, નિરૂપમ દીધાં નામ. નરેસર૦ ૫ વિધિ જોગે એક વાસરે રે, પ્રસવ્યા વીર પ્રગટ્ટ. નરેસર૦ દિણયરની પેરે દીપતા રે, અવયવ ઘાટ સુઘટ્ટ નરેસર૦ ૬ નિમિત્તિઓ તેડી નરપતિ રે, વિસ્મિત પૂછે વીર. નરેસર૦ કહો બે પુત્રમાં કોણ હોશે રે, રાજ્ય ધુરંધર ધીર. નરેસર૦ ૭ નિમિત્તિક નર કહે સાંભળો રે, સાચું માનજો સ્વામી. નરેસર૦ કમલકુમાર તુમશું સહી રે, કરશે ક્રોધે સંગ્રામ. નરેસર૦૮ બત્રીશ લક્ષણે શોભતો રે, નિર્મલ સુગુણનિધાન. નરેસર૦ રાજ્યધુરંધર જાણજો રે, વિમલ વિમલ મતિવાન, નરેસર૦ ૯ ગણકની વાણી સાંભળી રે, રોષાતુર થયો રાય. નરેસર૦ પ્રચ્છન્ન ક્રોધે પરજલ્યો રે, આકુલ-વ્યાકુલ થાય. નરેસર૦ ૧૦
૯૯