________________
S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 નિજ સેવકને મોકલી રે, કોપ ભરે ભૂપાલ. નરેસર૦ તેડાવે દિન દશ તણો રે, મુખ જોવા મિષે બાળ. નરેસર૦ ૧૧ માત ઉત્સગથી લઈને રે, બુદ્ધિ પ્રપંચે બાલ. નરેસર૦ રજની સમય રોતો થકો રે, તે લાવ્યા તત્કાલ. નરેસર૦ ૧૨ દુષ્ટ સેવક યમદૂતસ્યા રે, અવનીપતિ આદેશ. નરેસર૦ બાલ ગ્રહી મહાવનમાં રે, પહોંચ્યા દૂર પ્રદેશ. નરેસર૦ ૧૩ ભીષણ રોદ્ર ભયંકરા રે, ચમને રમવા જોગ. નરેસર૦ બાલ તજી તે થાનકે રે, સેવક ગયા ગત શોગ. નરેસર૦ ૧૪ અનુચર તે જઈને કહે રે, સમય લગે સુણો સ્વામ. નરેસર૦ જીવે નહિ બાલક જિહાં રે, તે મેલ્યો તિણે ઠામ. નરેસર૦ ૧૫ વચણ સુણી વસુધાપતિ રે, ઉદક અંજલિ તામ. નરેસર મેહલિને મમતા તજી રે, ક્રોધનાં જોજો કામ. નરેસર૦ ૧૬ સુતવિરહે કમલા સહિ રે, મહાદુઃખ પામી મન્ન,
કરમગતિ સાંભળો. નયણે નિઝરણાં ઝરે રે, ઉદક ન ભાવે અન્ન. કરમ૦ ૧૦ રૂદન કરે રાણી ઘણું રે, પ્રસર્યું વિરહનું પૂર. કરમ પયોધરે જલધરની પરે રે, ઉલસ્યો દૂધે ઉર. કરમ૦ ૧૮ કમલ કમલ કહે કામિની રે, મુખકમલે વારંવાર. કરમ, કમલ સુકોમલ નાનડો રે, સાંભરે ચિત્ત મોઝાર. કરમ૦ ૧૯ સુવિરહે દુઃખ માતને રે, ઉપજે જેહ અનંત કરમ જાણે તે પુત્રવિયોગીણી રે, કે જાણે ભગવંત. કરમ૦ ૨૦ રોતીયે તિણે રોવરાવિયારે, નાગર લોકનાં વૃંદ. કરમ,
સત્તરમી ઢાળે ઉદય વદે રે, કમલા પામી દુઃખદંદ. કરમ૦ ૨૧
ભાવાર્થઃ પોતનપુર નગરમાં બલવાન વજસિંહ નામે રાજા છે. તે રિપુગણના મદને જ | ઉતારવા માંગગજ સમાન છે. વળી ઉદ્ધત સિંહ સમાન છે. (૧)