________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ત્રેવીસમી
|| દોહા ||
લલના લક્ષ્મી રાજસુખ, માતા-પિતા કુલશુદ્ધિ; પામ્યો જિનપૂજા થકી, ૠદ્ધિ વૃદ્ધિ ગુણ સિદ્ધિ. ૧ જિન આગે જુગતે કરી, જો ઉખેવ્યો ધૂપ; પામ્યો તેહનાં પુન્યથી, અવની રાજ્ય અનૂપ. ૨ સુબંધુ સારથવાહશું, રાખે પ્રીતિ અખંડ; મનમાંહી અમરષ વહે, પિતા ઉપર પ્રચંડ, ૩ બાળપણનું બાપશુ, વેર ધરી મનમાંહી; પોતનપુર જાવા ભણી, કરે કટકાઈ ઉચ્છાંહિ. ૪ ભાવાર્થ : જિનેશ્વરની પૂજા કરવા થકી વિનયંધર લલના, લક્ષ્મી, રાજ્યસુખ, માતાપિતાની ઓળખ, કુળની શુદ્ધિ તથા ઋદ્ધિની વૃદ્ધિ અને ગુણની સિદ્ધિને પામ્યો. (૧)
વળી જિનવર આગળ તેણે ભક્તિથી જો એકવાર પણ ધૂપ ઉખેવ્યો તો તેનાં પુન્યથી તે ઘણી પૃથ્વીનો ભોક્તા થયો અને અનુપમ રાજ્યને પામ્યો. (૨)
વળી હવે વિનયંધર ‘સુબંધુ' સાર્થવાહ પ્રત્યે અખંડ પ્રીતિ રાખે છે. પરંતુ મનમાં પોતાના પિતા પર પ્રચંડ અમર્ષ ધારણ કરી રહ્યો છે. (૩)
બાળપણાનું પિતા પ્રત્યેનું વૈર મનમાં ધારણ કરી હવે પોતનપુર જવા માટે ઉત્સાહથી સૈન્યને તૈયા૨ ક૨ે છે. (૪)
(રાગ : સિંધુઓ, દેશી કડખાની)
કુંમર રણવટ ચડ્યો, કટક ભટ લઈને, ચઢત ભંભાવરે થિંગધાયા; રાણ મહારાણ ઘણાં, ગઢપતિગંજણા, અતુલ બલના ધણી તુરત આયા. કું રાણી જાયા ખરા, પ્રબલ પરાક્રમ ધરા, યોધ ભુજ પ્રાણી જમરાણ રોકે; વટ વડા વાગીયા, આવી ઉભા રહ્યા, કમલકુમારને તામ ઢોકે. કું પહેરી સન્નાહને, ટોપર મસ્તક ધરી, ઢાલ તલવાર, તરકસ બાંધી; ધાવના દાવનો, લાહો લેશ્યા ખરાં, પંચ હથિયારે સંગ્રામ સાઘી. કું૦ ૩
૧૨૯
24-6
-
.