________________
Sિ T
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આ પ્રૌઢ પર્વત જિસ્થા, શ્યામ ઘનઘોરણ્યા, મત્ત માતંગ મદવારિ ઝરતા; દિ કાલ કંકાલ, વિકરાલ ક્રોધાળુઆ, બહુલ સુંડાલ કલ્લોલ કરતા. કું૦ ૪
અટપટાપોલ, પ્રાકાર ગઢ ગંજણા, ભંજણા સૈન્ય શત્રુ સંહારી; તૂરના પૂરશે, શૂર જેહને ચડે, સૈન્ય આગે ધર્યા તે વકારી. કું. ૫ પંચ કલ્યાણ કંકાણ, ઉત્તરપથા, પાણીપથા ભલા પંચવરણી; પનવગતિ પાંખર્યા, જેહ વાગે ધર્યા, તલફ દેતા ચલે અડે નધરણી. કું. ૬ દેશ કંબોજના, ભલભલી ભાંતિના, ચંચલ ચાલ ચરણે ચલંતા; ચરણ ચારે ધરી, શાલીમાં નાચતા, સજ કીધા ઘણાં હણહણંતા. કું. ૭ ચાતુરદાંટ, ફરકંત ઉપરિધજા, છત્રીસ આયુધ જેહ ભરિયા; હયવર જોતરી, રથ બહુ સજ કરી, સૈન્ય મુખ મંડલે તે ધરિયા. કું. ૮ શૂર ઝુઝાલ રણકાલ રોષાતૂરા, તીર તરકસ ધરા વીર વારુ સૈન્ય આગે ધર્યા, પાણાંતે પરવર્યા, પંચ હથિયારના જેહ ધારુ. કું૦ ૯ વાવ નિસાણને, સુભટ ઘનઘોરશું, કંચનપુર થકી વેગે ચડિયો; પોતનપુર તણે પરિસરે, પાધર અનુક્રમે આવીને તેહ અડિયો. કું. ૧૦ દોહો: કમલા અંગ કપોલકર, વામ ફરકે નૈન;
પોતનપુરને પરિસરે, કમલ આવ્યો જિણદિન. ૧ શુદ્ધિ પામ્યો સહિ, શત્રુ આવ્યો નહિ, ઉદ્ભટ સેન્ટ ચતુરંગ લઈ પોતનપુરધણી, વાત એવી સુણી, તે ચઢ્યો ધાવ નીચાણ દેઈ. કું૦ ૧૧ રોપી રણથંભને, સાતમો ઉતર્યો, સિંધુએ રાગે સરણાઈ વાગી; કમલકુમારનાં, કટકમાં સુભટને, તામ સંગ્રામની હુંશ જાગી. કું. ૧૨ | સામ સામા અડ્યા, ક્રોધપૂરે ચડ્યા, રણતણા તામ રણતૂર વાજે;
અંબર ગડગડે ધરણીતલ ધડહડે, કાયર લડથડે, દૂર ભાજે. કું૦ ૧૩ ની ફોજ ફોજે અડી, રામ-રાવણ પરે, કોપ આટોપ ધરી લોહ કીધા;
કાઢી જમદાઢ, કરવાલ સુભટોશિરે, દડબડે દોટ લેઈ ઘાવ દીધા. કું. ૧૪ | જોર જમરૂપ, ઘમસાણ જાયે ચઢે, બાણને ઓથે આકાશ છાયો; નાલ કરનાર, રણદૂર રણકી રહ્યા, ઐન ધન ગાજીને આપ આયો. કું૦ ૧૫