________________
START F શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
૩ તે મોટા પર્વત જેવા, શ્યામ ઘનઘોર વાદળ જેવા, મદોન્મત્ત મદ ઝરતા હાથીયો, કાળ- 1 દર રાજ જેવા ક્રોધથી વિકરાલ, જાણે ઘણી સૂંઢથી કલ્લોલ કરતાં ન હોય તેવા તે હાથી પણ તિ | વિકરાલ લાગવા લાગ્યાં. (૪)
વળી તે કેવાં છે? અટપટી પોલો, કોટ, ગઢને ભાંગનારા, શત્રુ સૈન્યનો સંહાર કરી છે કરી ભગાડનારા, વાજિંત્રોના અવાજથી વધુ શૂરવીર બને તેવા તે હાથીઓને સૈન્યની આગળ કર્યા છે. (૫)
વળી તે ઉત્તરપથને વિષે, પાણીપથને વિષે, પંચવર્ષી એવા તે પવનગતિથી પાંખરેલા, ની ધરતીને નહિ અડતાં, અભિમાન થકી જાણે આકાશમાર્ગે ચાલતા ન હોય તેવી ચાલે ઝડપથી ચાલી શકે તેવા છે. (૬)
વળી કંબોજ દેશના, અનેક પ્રકારની જાતિના, પગથી ચંચળ ચાલે ચાલતાં, જાણે ચારે દસ પગ થાળીમાં મૂકી નાચતાં ન હોય તેવા એકધાર પર નાચતાં હણહણાટ કરતાં હાથી | ઘોડાને તૈયાર કર્યા. (૭)
- ચતુર ઘંટ વગાડતા, તેના પર ધજાઓને ફરકાવતાછત્રીસ પ્રકારના શસ્ત્રો ભરાવી, તે ની શ્રેષ્ઠ ઘોડાઓ જોતરી, ઘણાં રથો તૈયાર કરાવી, સૈન્યની આગળ મુખ્ય સ્થાને ધર્યા. (૮)
વળી શૂરવીર, રણમાં કાળની જેમ ઝુઝનારા, રોષાતૂર (રોષથી લાલચોળ) થયેલા, તીર-બાણને ધારણ કરનારા વીર પુરુષોને સૈન્યની આગળ કર્યા. વળી પાંચ પ્રકારના હથિયારને ધારણ કરનારા, પગપાળા સૈનિકોથી પરિવરેલ કમલકુમાર નિશાનડંકો વાગતે છત, ઘનઘોર મેઘની જેમ સુભટોથી ઘેરાયેલો તે કંચનપુર નગરથી ઉતાવળી ચાલે ચાલતો. પોતનપુરની હદમાં સીધો અનુક્રમે આવીને ઉભો રહ્યો. (૯, ૧૦) દોહો : કમલા અંગ કપોલકર, વામ ફરકે નૈન;
પોતનપુરને પરિસરે, કમલ આવેય જિણદિન. ૧ અર્થ : પોતનપુરના પરિસરમાં જે દિવસે કમલકુમાર આવ્યો તે દિવસે, “કમલા' , રાણીનું ડાબું અંગ, ડાબુ કપોલ, ડાબો હાથ, અને ડાબી આંખ ફરકવા લાગી.
ઢાળ : હવે પોતનપુરમાં રાજાએ એવી વાત સાંભળી કે ઉભટ ચતુરંગી સૈન્ય લઈને ની શત્રુ યુદ્ધ કરવા આવ્યો છે. તે જોઈને વજસિંહરાજા પણ નિશાન ડંકો વગડાવી સામે યુદ્ધ ન ચઢવા આવ્યો. (૧૧)
હવે જે યુદ્ધ કરવાની ભૂમિ છે તેને કાંટા, કાંકરા વિગેરે દૂર કરી શુદ્ધ બનાવી પોતપોતાની મર્યાદા નક્કી કરી. શસ્ત્રોની પૂજા કરી. મધ્યમાં રણસ્તંભને ઉભો કરી, સિંધુરાગમાં છે