________________
1 TAT HTA શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ITI IT £ તેથી અહિં રાજકુમારીના પિતાનો શું દોષ છે ? વાત વિચારવી જોઈએ પછી રોષ | કમી કરવો જોઈએ ? આપણે એક ઉપાય કરીએ, સૂરસેન રાજા પાસે એક દૂતને મોકલીયે, તેથી મને આ બધી સમજણ પડશે અને વાતનું રહસ્ય શું છે? તે પણ જાણવા મળશે. (૨).
એ પ્રમાણે વિચાર કરી એક દૂતને સમજાવી તૈયાર કર્યો અને સૂરસેન રાજા પાસે | મોકલ્યો. તે દૂત પણ બધી વાતોથી વાકેફ થઈ સૂરસેન રાજા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, હે ગુણોના ભંડાર સૂરસેન રાજન્ ! તમે સાંભળો - (૩)
આપની રાજસુતા વિષ્ણુશ્રી રાજકુંવર પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ છે. તેથી કરી ને ની હાલિક નરના કંઠે વરમાળા નાંખી છે. આથી આમંત્રિત સઘળા રાજાઓ રીસાયા છે અને મનથી ક્રોધાયમાન થયા છે. (૪)
અને મારી સાથે સંદેશો પાઠવ્યો છે કે, હે દૂત ! તું સૂરસેનરાજા પાસે જા અને અમારો આ સંદેશો રાજાને જઈને કહે કે જો આપની રાજકુંવરી વિષ્ણુશ્રી ફરીથી બીજા કોઈપણ ન
રાજકુમારને પસંદ કરી તેના કંઠે વરમાળા આરોપણ કરે તો બગડેલી બધી જ વાત સુધરી | જાય. અને તેમ નહિ કરે તો મોટો ઉપદ્રવ થશે. એ પ્રમાણે કહી મને અહિં આપ પાસે મોકલ્યો છે. (૫)
વળી હે રાજન્ ! આપ પણ વિશેષ પ્રકારે વિચાર કરો કે દેશોદેશના અનેક રાજાઓ ભેગાં થયેલાં છે. વળી તે સઘળા રાજાઓ એક એકથી અધિક બળવાન અને શૂરવીર છે તેની આગળ હાલિક નરની શું કિંમત છે ? (૬)
તે માટે હે પૃથ્વીપતિ ! તમે સ્વયંવર મંડપને વિષે પધારો અને બધાં રાજાઓને આ નમસ્કાર કરી મનાવો. કારણ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, ઘણાંની સાથે વૈર ન કરવું જોઈએ. કરે તો તમે પણ એ આગમ રહસ્યના અર્થને સમજો અને વિણસેલી વાતને સુધારો. (૭) બી એ પ્રમાણે દૂતના વચન સાંભળી સૂરસેન રાજાએ દૂતને કહ્યું કે, હે દૂત ! વિષ્ણુશ્રી
હાલિક નરને વરી છે, તેમાં મારો જરા પણ દોષ નથી. રાજપુત્રીને જે પુરુષ પસંદ પડ્યો દ તેણી તેને વરી છે અને અમે તેને સ્વીકાર્યો છે. (૮)
સુરસેન રાજાના વચન સાંભળીને દૂત પાછો આવ્યો. આવીને ચંડસિંહ રાજાને મળ્યો અને સભામાં સુરસેન રાજાએ કહ્યા પ્રમાણેના વચનો યાદ કરીને મોટેથી કહેવા લાગ્યો - (૯) $
હે રાજાઓ ! સાંભળો. આ રીતે સામસામા માત્ર સંદેશો આપવાથી કંઈ કામ સરશે નહિ. કેમકે સૂરસેન રાજા કહે છે, રાજપુત્રી વિષ્ણુશ્રીને સ્વયંવર મંડપમાં જે પુરુષ પસંદ પડ્યો, તેણી તેને વરી તેમાં મારો શું વાંક ? જીંદગી રાજકન્યાને પસાર કરવાની છે. તે