________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
કુણ કર્મ વિશેષે હો, મેં ગુન્હા વિણ ગરવે; અશુચિ તન ખરડ્યું હો, તે પ્રકાશો સરવે. ૧૫ કુણ પુણ્ય પ્રભાવે હો, સુર-સાનિધ્ય હવી; પૂછું છું તુમને હો, કૌતુક વાત નવી. ૧૬ મુનિ કહે સુણ એણે હો, દેવાનુપ્રિય; ત્રીજે ભવે પૂજા હો, કીધી સુશ્રિય. ૧૭ કીધી જિન આગે હો, પૂજા ધૂપ ધરી; ભાવી ભલી ભાવના હો, નિશ્ચલ ચિત્ત કરી. ૧૮ ધૂપસાર સુગંધી હો, તેણે એહ થયો; મનોહર સુર-સેવિત હો, સુંદર રૂપ લહ્યો. ૧૯ નર દેવ તણા ભવ હો, ત્રણ ત્રણ વાર લહી; સાતમે ભવ સિદ્ધે હો, જાસ્યે દીક્ખ ગ્રહી. ૨૦ ત્રીજે ભવ તાહરો હો, એ હું તો પુત્ર સહી; પોતનપુર આદે હો, સઘલી વાત કહી. ૨૧ જે ઈણે વળી રણમાં હો, તુજને ઈમ કહ્યો; અશુચિ - તન લેપો હો, સંપ્રતિ તેહ લહ્યો. ૨૨ ધૂપસાર તે પામ્યો હો, જાતિસ્મરણ તદા; ધરમ મતિ જાગી હો, ભાગી મોહ દશા. ૨૩ મુનિવચને જાણી હો, પૂરવ વાત મુદા; ધૂપસારને ભૂપતિ હો, સંયમ પંથે ધસ્યા. ૨૪ તે કેવલી પાસે હો, સંયમ શુદ્ધ ગ્રહી; વિધિશું વ્રત પાલે હો, ટાળે કર્મ સહી. ૨૫ ધૂપસાર મુનિસર હો, અંતે આયુ ખપી; પહેલે દેવલોકે હો, પહોંત્યો ઉગ્ર તપી. ૨૬ સુર-નરના ત્રણ ત્રણ હો, શુભ અવતાર કરી; સપ્તમ ભવ છેહડે હો, પહોંત્યો સિદ્ધિપુરી. ૨૭
૧૪૯