________________
SSC
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ચતુરંગ સેના હો, વંદણ વેગે ચલ્યો; વન આવી જિનને હો, વંદે હેજે હલ્યો. ૨ પૂરી વિષે પ્રણમી હો, નિરવધ ભૂમિ જિહાં; બેઠાં નરનારી હો, સુણે ઉપદેશ તિહાં. ૩ કેવલી કરૂણાકર હો, ભવિયણને ભાંખે; ભવમાં ભમે પ્રાણી હો, જિનમારગ પાખે. ૪ એણે લાખચોરાશી હો, જીવયોનિ ભમી; પહેલે ગુણઠાણે હો, ભવની કોડી ગમી. ૫ આઠે મદ આજે હો, પરમાદ પંચ કહ્યાં; પાંસઠ પ્રકારે હો, તેહના ભેદ લા. ૬ સંસાર પરંપર હો, તેહને વશ પડિયો; પ્રાણી દુઃખ પામે હો, મિથ્યાત્વે નડિયો. ૭ માનવ ભવ મોંધે હો, પામી પુણ્યબલે; સગર સંયોગે હો, સમકિત શુદ્ધ મલે. ૮ વિષયાદિક યોગે હો, આલે કાં હારો; સમકિત મૂલ સાધી હો, આતમને તારો. ૯ સમકિત સદણા હો, ધરજો એકમના; કરણી નહિ લેખે હો, સમકિત શુદ્ધ વિના. ૧૦ વહાલું ને વૈરી હો, જગમાં કોઈ નથી; સુખ દુખ લહે કરમે હો, જોજો મને મથી. ૧૧ તન - મન વચનશું હો, કર્મ કરે જેહવાં; પોતે ફલ પામે હો, ત્રિવિશે શું તેહવાં. ૧૨ ઉપદેશ સુણીને હો, પુનરપિહિ જિન વંદી; મહીપતિ મનમોદે હો, પૂછે આનંદી. ૧૩ સ્વામી ધૂપસારે હો, કીધું પુણ્ય કિસ્યું; શુભગંધે વાસિત હો, ઉત્તમ અંગ ઈસ્યું. ૧૪