SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ SિSSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) S S S 13 ઢાળ આડત્રીસમી | દોહા // સાધુ દોચ કો તિણે સમે, એષણિક લેવા આહાર; અનુક્રમે આવ્યા વિચરતા, લીલાવતી ઘરદ્વાર. ૧ મન હરખે લીલાવતી, દેખી મુનિવર હોય; સપરિવારશું સાધુને, વિનયશ વંદે સોય. ૨ ધર્મલાભ દેઈ કહે, વૃદ્ધ મુનિ તિણી વાર; સાંભળ તું લીલાવતી, ધર્મ તણો અધિકાર. ૩ લીલાવતી વળતું વદે, પદ વંદી સુવિશેષ; કહો સ્વામી કરૂણા કરી, ધર્મ તણો ઉપદેશ. ૪. પાવન જેણે થઈ એ પ્રભ, સફળ થાયે અવતાર; મચા કરી મુજ ઉપરે, ભાખો તે સુવિચાર. ૫ ભાવાર્થ તે સમયે બે અણગાર ઔષણિક આહાર લેવા વિચરતા અનુક્રમે લીલાવતીને ઘરે આવ્યા. (૧) તે મુનિવરને જોઈને મનમાં હરખાઈને લીલાવતી સપરિવાર સાધુને વિનયપૂર્વક વંદન કરે છે. (૨) | મુનિવરે પણ લીલાવતીને ધર્મલાભ દીધો અને તેમાં જે મોટા મુનિવર હતાં તેમણે કહ્યું કે, હે લીલાવતી ! ધર્મનો અધિકાર સાંભળ. (૩) તે સાંભળીને લીલાવતી મુનિવરને નમસ્કાર કરીને વિશેષ પ્રકારે કહેવા લાગી કે હે સ્વામી ! કરૂણા કરી ધર્મ તણો ઉપદેશ કહો. (૪). કે જેથી અમે પાવન થઈએ અને જન્મને સફળ કરીએ માટે મારા પર મહેર કરીને મને ધર્મશ્રવણ કરાવો. (૫) (રાગ સારંગ - મલ્હાર - શ્રી યુગમંધર વિનવું હો લાલ - એ દેશી) સુણ દેવાનપ્રિયે હવે હો લાલ, ઈમ કહે અણગાર, લીલાવતી. વારંવાર એ દોહિલો હો લાલ, માનવનો અવતાર, લીલાવતી. નરભવ લાહો લીજિયે હો લાલ. નર૦ ૧
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy