________________
SSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ , , , , , , , ,
હવે એક દિવસ “રાજમહેલ'માં શયામાં સૂતેલી તે ભાનુમતિની વેણી (ચોટલો) છૂટી ની થયેલી હતી ત્યાં ભાનુમતિને ભુજંગે આવીને ડંખ માર્યો. (૫)
- રાજભવનમાં કોલાહલ મચી ગયો. હા ! હા ! શું થયું? દોડો ! દોડો ! કાળ સ્વરૂપી ભુજંગે બાલાને ડંખ માર્યો છે. (૬)
(રાગ : આશાવરી, સહજે છેડો રે, દરજણ સહજે છેડો રે - એ દેશી) આંખે આંસુ ઢાલે તિહાં રે, સપરિવાર નરનાહ; કુમરીના આવાસમાં રે, આંસુનો ચાલ્યો પ્રવાહ રે. રાજા કહે રોઈ, કુમરી રે, જીવાડો કોઈ; કો મંત્રવાદી રે, નગરીમાં કો મંત્રવાદી રે. રાજા. ૧ સૂકાં લાકડાની પરે રે, અચેતન થઈ નિશ્ચષ્ટ; ધ્રુસકી ધરણી તલે પડ્યો રે, નૃપ જોઈ તે દૃષ્ટિ રે. રાજા૨ નરપતિનું દુઃખ દેખીને રે, અંતે ઉર પરિવાર; ઉંચે સ્વરે આક્રંદ ક્યું રે, ધાહ મેહલે નરનાર રે. રાજા૦ ૩ ધાડ ઉપર પલેવણું રે, ક્ષત ઉપર જેમ ખાર; દેવે તેમ કીધું સહિ રે, મરતાને જેમ માર રે, રાજા૪ ચંદનાદિક શીતલ યોગથી રે, ચેતના પામ્યો ભૂપ; કુમરીની અવસ્થા પેખીને રે, પડિયો ચિંતા ફૂપ રે. રાજા. ૫ મંત્ર યંત્ર મણિ ઓષધિ રે, ગારૂડ મંત્ર અને ક; ભૂઆ ભામા આદિ ઘણાં રે, જોયા એકે એક રે. રાજા૬ નાડી નાસા રગ રોમમાં રે, સાતે વાત શરીર; વિષ સઘળે ભેદી વળ્યું રે, દૂધ ભળે જિમ નીર રે. રાજા. ૭ વિષહર વિધાના ધણી રે, ઝેરનું દેખી જોર; હાથ ખંખેરી તે રહાં રે, સહું કરે તિહાં શોર રે. ૮ સમશાને લેઈ સંચયાં રે, પ્રેત નામે વનખંડ; રૂદન કોલાહલ નાદશું રે, ગાજી રહ્યો બ્રહ્માંડ રેરાજા૯ ચંદન ચય ખડકાવીને રે, માંહે સુવાડી બાલ; પાસે અગનિ પ્રજાલીને રે, મુખ મેહલે જેણે કાલ રે. રાજા. ૧૦