SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | SG ઈણ અવસર હવે જે થયો રે, સુણજો તે અધિકાર; કામ કરી પરગામથી રે, વિનયંધર તેણી વાર રે. રાજા. ૧૧ આવ્યો તે ઉધાનમાં રે, કોલાહલ સુણી કાન; પૂછે કોઈક પુરુષને રે, રૂએ કાં એ રાજાન રે. રાજા. ૧૨ વિરતંત તેણે માંડી કહ્યો રે, કુમર ભણી શુભકામ; ઉપગારની મતિ ઉલ્લાસી રે, તે નરને કહે તામ રે. રાજા૦ ૧૩ ભૂપતિને ભાંખો જઈ રે, કુમારી જીવાડે કોય; ઈમ નિસૂણી અવનીશને રે, તુરત કહે નર સોય રે. રાજા. ૧૪ આય બલે આવી મળ્યો રે, ઉત્તમ એ નર આજ; ઝેર હરિ જીવિત દિયે રે, સુણો સ્વામી મહારાજ રે. રાજા. ૧૫ વિનયંધરને વિનવે રે, રાજા પ્રજા ને લોક; અરજ કરે આગળ રહી રે, મેહલી મનનો શોક ૨. રાજા. ૧૬ બાપના બોલ શું દીઉં રે, જે મુખે માંગો સ્વામ; વળી વળી શું કહિયે ઘણું રે, જીવ આપું એ કામ રે, રાજા. ૧૭ વિનયંધર પ્રણમી વદે રે, એ શું કહો છો બોલ; કાજ સર્વે કરજો તમે રે, જે વાતે વધે તોલ રે. રાજા. ૧૮ ચતુરા ચંદન ચય થકી રે, તવ કાઢી તત્કાલ; વિનાયંધર આગે ધરી રે, સહુ સાખે ભૂપાલ રે. રાજા. ૧૯ ગોમય મંડલ ઉપરે રે, નૂહલી કરાવી તામ; અક્ષત કુસુમ શ્રીફલ ઠવી રે, તે ઉપરે અભિરામ રે. રાજા૨૦ સુવાડી સા. બાલિકા રે, રન ઉહલી મનરંગ; ચક્ષને સંભારી યદા રે, છાંટ્યું કુમરી અંગ રે. રાજા. ૨૧ તે જલના પ્રભાવથી રે, ચેતના પામી બાળ; ઉદયરત્ન કવિ ઈમ કહે રે, એકવીસમી ઢાળ રે. રાજા. ૨૨ ભાવાર્થ : સપરિવાર સહિત “રત્નરથરાજા' આંખે આંસુ સારી રહ્યો છે. કુંવરીના આવાસમાં એ પ્રમાણે આંસુડાનો પ્રવાહ ચાલ્યો છે. અર્થાત્ રાજપરિવાર સર્વે રડી રહ્યો છે.
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy