________________
T TETTAT/HTAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TET | તીર્થેશની પૂજાના ફલનું વર્ણન હું કરી શકું તેમ નથી. અર્થાત્ કરોડો જીભ ભેગી મળીને દિન પણ વર્ણન કરી શકે નહિ તેટલું પરમાત્માની પૂજાનું ફલ છે. નિ સુરપતિ, અસુરપતિ, મોટા આચાર્યો, ગીતાર્થો પણ અરિહંતની પૂજાનો પ્રભાવ કહેવા આ સમર્થ નથી. (૨૨)
હે રાજેશ્વર ! કોઈ પ્રાણી જિનભવનોનું નિર્માણ કરાવે અગર જિનબિંબ ભરાવે તેનાથી ન જે ફલ પ્રાપ્ત થાય તેટલું જ ઉત્તમ ફલ વિના વિલંબે જીવ જિનપૂજાથી પ્રાપ્ત કરે છે.
વળી જેને પ્રભુપૂજાથી પ્રીત છે તે જ સાચા શ્રાવક કહેવાય છે. દ્રવ્ય અને ભાવથી પ્રભુ | પૂજા કરવી તે ઉત્તમ વિધિ કહ્યો છે. (૨૪) ક વિવેચન : દ્રવ્યપૂજા એટલે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, જલ આદિથી મિની પૂજા કરવી તે અને ભાવપૂજા એટલે પરમાત્માની સ્તુતિ કરવી. સ્તવન ગાવા, ગુણોનું
ગુણગાન કરવું. ચૈત્યવંદન, દેવવંદનાદિ, વિધિ તથા નૃત્ય, ગીત, ગાન કરવા તેને ભાવપૂજા કહેવાય છે.
પાંચમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહે છે પૂજાના ફળનો અધિકાર સાંભળીને હવે હરિચંદ્રરાજા પણ પૂજા કરવા પ્રત્યેના અનુરાગી અને પૂજા કરવાના પ્રેમી બન્યા છે. (૨૫)