________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
दुग्धघृतेनपयसा सितया चंदनेन च ।
पञ्चामृतेन योऽर्हन्तं स्नापयेत्सोऽमृताशनः ॥ १ ॥
દૂધ, ઘી, પાણી, સાકર અને ચંદન આ પંચામૃત વડે જે અરિહંત પરમાત્માનો અભિષેક કરે છે, તે અમૃત સમાન મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
ડાં ૬ :- અષ્ટપ્રજારી પૂના ચરિત્ર પ્રથમ શતò અષ્ટપ્રકારી પૂજા ચરિત્રના પ્રથમ શતકમાં કહ્યું છે કે –
વરચંદ્ર, ઘૂવ, ચોવવવહિં, સુમેર્દિ પવવીનેહિં । નિવેખ, ત, નતેહિં, નિળપૂયા અટ્ઠહા હોર્ફ ॥ ૪૬ ॥
હે રાજેશ્વર ! ઉપરોક્ત આઠ પ્રકારની પૂજા અષ્ટ પ્રકારની છે, તેમાં પ્રથમ સુગંધીસુરભી ચંદન દ્રવ્યની પવિત્ર પૂજા કહેલી છે. (૧૬)
બીજી ધૂપ ઉખેવવાની. ત્રીજી અક્ષત (ચોખા)ની, ચોથી પુષ્પપૂજા, પાંચમી પૂજા જિનાલયે દીવો કરવો. છઠ્ઠી નિર્મલ એવી નૈવેદ્ય પૂજા છે જેથી ભવનો અંત થાય છે. મોક્ષફલદાયક ફલની સાતમી પૂજા છે અને આઠમી જલપૂજા જે સંપત્તિ તથા સુખને આપનારી છે. (૧૭, ૧૮, ૧૯)
વળી અરિહંતદેવની અર્ચા કરનારને તાત્કાલિક ફલ એ મળે છે કે ઉપસર્ગ ઉત્પન્ન થતા નથી. વિદ્નની વેલડીઓ પણ છેદાય છે અને મન સદા પ્રસન્ન રહે છે. જિનવરની પૂજા કરવાથી આ પ્રમાણે તાત્કાલિક ફલ પ્રાપ્ત થાય છે. (૨૦)
જો કોઈને નવગ્રહ નડતાં હોય તો તે પણ પરમાત્માની પૂજાથી નાશ પામે છે. સાતે ભયો ભાંગી પડે છે. દુષ્ટદેવનો પ્રકોપ, ઉપદ્રવ, થતો નથી અને ક્રોડ કલ્યાણને પામે છે. યતઃ ૩ાં ૬ :- જે કારણથી કહ્યું છે કે
आयुष्कं यदि सागरोपममितं, व्याधि-व्यथा वर्जितं पांडित्यं च समस्त वस्तु विषय प्रावीण्य लब्धास्पदं जिह्वा कोटिमिता च पाटवयुता स्यान्मे धारित्रितले । नो शक्तोऽस्मि तथाऽपि वर्णितुमलं तीर्थेश पूजाफलम् ॥
જો કદાચ વ્યાધિ અને વ્યથાથી વર્જિત સાગરોપમ પ્રમાણનું આયુષ્ય હોય, સમસ્ત વસ્તુ વિષયને જણાવનારું પાંડિત્ય હોય, પ્રવીણતાથી ઈચ્છિત સ્થાનને પામી શકાતું હોય, બુદ્ધિ ચાતુર્યથી યુક્ત પટુતાવાળી કરોડો જીભ પૃથ્વીતલને વિષે હું પ્રાપ્ત કરું, તો પણ
૩૧